હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુત્રાપાડામાં ડો.ભરત બારડની પુણ્યતિથી નિમિતે અનેકવિધ સેવાકાર્યો સંપન્ન
પુષ્પાંજલી અર્પણ, પ્રાર્થના સભા, ગાયત્રી યજ્ઞ વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પઃ પૂર્વ મંત્રી જશાભાઈ બારડના નાના પુત્રને શબ્દાંજલી અપાઈ

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા, તા.૨૯: ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજ ના પ્રમુખ જશાભાઈ બારડના નાના સુપુત્ર તેમજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી જામનગર જિલ્લા પ્રભારી દિલીપભાઈ બારડના નાના ભાઈ સ્વ. ડો. ભરતભાઈ બારડની ૧૮મી પુણ્યતિથિ નિમિત્તે રવિવારે સુત્રાપાડા સ્થિત ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ ખાતે પુષ્પાંજલિ, પ્રાર્થના સભા અને વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત તેમના નિવાસસ્થાને ગાયત્રી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વ. ડો. ભરતભાઈ બારડનું ગોવા ખાતે અકસ્માતમાં અકાળે અવસાન થયું હતું. તેમના સેવાભાવી વ્યક્તિત્વ અને સમાજસેવાના સંકલ્પને જીવંત રાખવા તેમના પરિવાર દ્વારા દર વર્ષે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તે જ અનુસંધાને આ વર્ષે પણ વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો. નેત્રયજ્ઞ કેમ્પમાં વેરાવળના જાણીતા નેત્રરોગ નિષ્ણાત ડો. થાનકી સાહેબ તથા તેમની ટીમ દ્વારા દર્દીઓની આંખોની તપાસ, નિદાન અને સારવાર કરવામાં આવી હતી. કેમ્પમાં કુલ ૧૪૦ દર્દીઓએ લાભ લીધો, જ્યારે ૧૫ દર્દીઓને વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન માટે વેરાવળ મોકલવામાં આવ્યા, જ્યાં તેમના ઓપરેશન સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવશે. અને આવવા અને જવા નો ખર્ચ પણ ડો ભરતભાઇ બારડ ટ્રસ્ટ દ્રારા આપવામાં આવશે
પ્રાર્થના સભામાં સૌપ્રથમ સ્વ. ડો. ભરતભાઈ બારડની છબી ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સમૂહ પ્રાર્થના, બે મિનિટનું મૌન પાળીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પ્રસંગે ઉપસ્થિત સૌએ સ્વ. ડો. ભરતભાઈ બારડના જીવન ઝરમરની ઝાંખી નિહાળી તેમના સેવાભાવી, શિક્ષણપ્રેમી અને માનવતાવાદી વ્યક્તિત્વને યાદ કર્યું.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય કાળાભાઈ ઝાલા, પૂર્વ મંત્રી લખમણભાઈ પરમાર, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ જામનગર જિલ્લા પ્રભારી દિલીપભાઈ બારડ, સુત્રાપાડાના મામલતદાર ગૌડા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી ગોસાઈ , પૂર્વ જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ, સુત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ કાળાભાઈ બારડ, ઉપ પ્રમુખ વજુભાઈ પંપાણિયા , દિલીપભાઈ ઝાલા, નથુભાઈ કામળિયા, દાનસિંંહભાઈ પરમાર, નાથાભાઈ ડોડીયા, જેસિગભાઈ મોરી, પ્રતાપભાઈ બારડ ,રામસિંહભાઈ મોરી, માનસિંહભાઈ ડોડીયા, બાલુભાઈ રાઠોડ, બાબુભાઇ પરમાર, સુરસિંહભાઈ મોરી, હરેશભાઈ મોરી, દલુભાઈ મોરી, લાખભાઇ બારડ, ભૂપતભાઇ ઝાલા, રસીદભાઈ મલેક, બાબુભાઇ ડોડીયા, નરેશભાઇ કામળિયા,ગટુરભાઈ કાછેલા, ભગતભાઈ ઝાલા, રામભાઇ ચૌહાણ, સિદ્ધરાજસિંહ રાઠોડ જેસીગભાઈ મોરી, કાદુભાઇ જાદવ, ભીખુભાઈ જાદવ, ભીખુભાઈ ઝાલા, રામભાઇ કરમટા, દાનાભાઈ પટેલ, કાનાભાઈ બારડ, અરસીભાઈ બારડ, મસરિભાઇ મેર, રામભાઈ પટેલ, ઇસ્માઇલભાઈ કાદર, સહિત વિવિધ સમાજના આગેવાનો, નગરપાલિકાના સભ્યો, શૈક્ષણિક સંકુલના પ્રાથમિક, ઇંગ્લિશ મીડિયમ ,માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ વિભાગના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ. ડો. ભરતભાઈ બારડને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે સ્વ. ડો. ભરતભાઈ બારડના સેવાકીય આદર્શો અને સમાજ પ્રત્યેની સમર્પિત ભાવના આવનારી પેઢી માટે પ્રેરણારૂપ છે અને તેમના પરિવાર દ્વારા સતત આયોજિત થતાં સેવાકીય કાર્યો તેમના જીવનકાર્યને સાચી શ્રદ્ધાંજલિ સમાન છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
