News of Monday, 16th November 2026
ધારાસભ્ય પબુભા માણેકના'કોળી સમાજના મુખ્યમંત્રી'ના નિવેદન સામે વરુણ પટેલે ફેંક્યો પડકાર: કહ્યું-‘‘હિંમત હોય તો પાર્ટી વિના ચૂંટણી લડી બતાવો'
વરુણ પટેલે પ્રહાર કરતા કહ્યું કે, "તમે સત્તા અને પૈસાના જોરે આવી વાતો કરો છો. જો તમારામાં હિંમત હોય તો કોઈપણ રાજકીય પાર્ટીના સમર્થન વિના ચૂંટણી લડી બતાવો, અમે તમારો તમામ પાવર ઉતારી દઈશું.

દ્વારકામાં સમસ્ત કોળી સમાજના નવરંગ માંડવામાં ધારાસભ્ય પબુભા માણેક દ્વારા ‘મુખ્યમંત્રી કોળી સમાજના હોવા જોઈએ’ તેવું નિવેદન આપતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
ભાજપ નેતા વરુણ પટેલે પબુભા માણેક સામે અત્યંત આક્રમક વલણ અપનાવી સીધો પડકાર ફેંક્યો છે. વરુણ પટેલે પ્રહાર કરતા કહ્યું કે, "તમે સત્તા અને પૈસાના જોરે આવી વાતો કરો છો. જો તમારામાં હિંમત હોય તો કોઈપણ રાજકીય પાર્ટીના સમર્થન વિના ચૂંટણી લડી બતાવો, અમે તમારો તમામ પાવર ઉતારી દઈશું." આમ, મુખ્યમંત્રી પદ અંગેના એક નિવેદને ગુજરાતના રાજકારણમાં નવો વિવાદ છેડી દીધો છે
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
