<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

જૂનાગઢની બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજમાં રાષ્‍ટ્રીય કક્ષાની NCES-૨૦૨૬ કોન્‍ફરન્‍સ સફળતાપૂર્વક સંપન્ન, ૬૨૫થી વધુ વિદ્યાર્થીઓ-પ્રાધ્‍યાપકો સહભાગી

ગ્રીન કેમિસ્‍ટ્રી અને રિન્‍યુએબલ એનર્જી વિષય પર મંથન, બે પદ્મશ્રી સહિત દિગ્‍ગજ વૈજ્ઞાનિકોના પ્રેરક વ્‍યાખ્‍યાન, ધારાસભ્‍ય સંજય કોરડીયા પણ ઉપસ્‍થિત

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢઃ તા.ર૩, ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ, જૂનાગઢ ખાતે તા. ૧૭ ઓક્‍ટોબર ૨૦૨૬ના રોજ "Environmental Solutions: Green Chemistry, Sustainable Development and Renewable  Energy (NCES-2026)" વિષય પર ભવ્‍ય રાષ્‍ટ્રીય કક્ષાની કોન્‍ફરન્‍સનું સફળ આયોજન કરવામાં આવ્‍યું હતું.

પર્યાવરણ સંરક્ષણ, ગ્રીન કેમિસ્‍ટ્રી અને ટકાઉ વિકાસને પ્રોત્‍સાહન આપવાના ઉદ્દેશથી યોજાયેલી આ પરિષદમાં કુલ ૩૪૫ રજિસ્‍ટ્રેશન સાથે ૬૨૫થી વધુ વિદ્યાર્થીઓ અને પ્રાધ્‍યાપકોએ ભાગ લીધો હર્તોં, જે તેની વ્‍યાપક સફળતાનું પ્રતિબિંબ છે.

પદ્મશ્રી ડો. જયંતકુમાર એમ. વ્‍યાસ, પદ્મશ્રી પ્રો. (ડો.) અનિલ કે. ગુપ્તા,ડો. સંદીપ આર. ઓઝાત્રણેય વક્‍તાઓએ પર્યાવરણ સંરક્ષણ, ટકાઉ વિકાસ અને નવીનીકરણીય ઊર્જા પર જ્ઞાનસભર અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્‍યું હતું. જે વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે પ્રેરણાષાોત બન્‍યું હતું.

કાર્યક્રમમાં ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહ ચૌહાણ, ધારાસભ્‍ય  સંજય કોરડીયા, જાણીતા બિઝનેસમેન કળષ્‍ણકાંત રૂપારેલિયા,  જીતુભાઈ ભીંડી, શ્રી પ્રદીપભાઈ ખીમાણી, ડો. ડી.પી. ચીખલીયા સહિત વિવિધ કોલેજોના આચાર્યો ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

 આ તકે વય મર્યાદાને કારણે નિવળત્ત થઈ રહેલા કોલેજના આચાર્ય ડો. આર.પી. ભટ્ટનું પણ તમામ મહાનુભાવોએ શબ્‍દપુષ્‍પો અને સ્‍મળતિ ભેટથી સન્‍માન કર્યું હતું.

સમગ્ર પરિષદનું આયોજન આચાર્ય ડો. આર.પી. ભટ્ટના માર્ગદર્શન હેઠળ, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડો. મનીષ જાની અને ડો. પરેશ પોરિયાએ કર્યું હતું. સંશોધકોને પ્રોત્‍સાહિત કરવા માટે શ્રેષ્ઠ પ્રસ્‍તુતિઓને કુલ ૯ પુરસ્‍કારો એનાયત કરવામાં આવ્‍યા હતા.

પરિષદ દરમિયાન વિદ્યાર્થીઓને પોતાના સંશોધન રજૂ કરવાની અને નિષ્‍ણાતો સાથે ચર્ચા કરવાની ઉત્તમ તક મળી હતી, જે ઉચ્‍ચ શિક્ષણ અને પર્યાવરણ જાગળતિ માટે મહત્‍વપૂર્ણ પહેલ સાબિત થઈ છે.

(10:58 AM IST)