તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
જામકંડોરણામાં (પોણા છ ઈંચ) વાવડી પાસે ડાયવઝન ધોવાતા વાહન વ્યવહાર બંધ

(મનસુખભાઈ બાલધા દવારા) જામકંડોરણા તા. ર૪ :.. જામકંડોરણામાં ગત રાત્રીના ૧૦-૦૦ વાગ્યાથી આજે સવારના ૬-૦૦ વાગ્યા સુધીમાં ૧૪૩ મી.મી. (પોણા છ ઈચ) ધોધમાર વરસાદ પડયો હતો આ સમગ્ર પંથકમાં સારા વરસાદના લીધે જામકંડોરણાની ઉતાવળી નદી,સારણ નદી, ફોફળ નદીમાં પૂર આવ્યા હતા તેમજ નદી નાળા,ચેકડેમો છલોછલ ભરાઈ ગયા હતા આ સારા વરસાદના લીધે જામકંડોરણાના ફોફળ ડેમમાં સાડા ચાર ફુટ પાણીની આવક થતાં ડેમની સપાટી હાલ ૧૨.૫૦ ફુટે પહોંચી છે આ ભારે વરસાદના લીધે જામકંડોરણાથી કાલાવડ તથા જામનગર જતાં હાઈવે રોડમાં વાવડી ગામ પાસે બ્રિજનુ કામ ચાલુ હોવાથી કાઢવામાં આવેલ ડાયવઝન ધોવાઈ જતાં જામકંડોરણાથી કાલાવડ તથા જામનગરનો વાહનવ્યવહાર બંધ થયો છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
