તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
ઉપલેટામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વેણુ ડેમ-2 પ્રથમ વરસાદમાં ઓવરફ્લો
ડેમમાં નવા નીરની સતત આવક થતાં તંત્રએ વેણુ ડેમ-2ના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ જાહેર

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વેણુ ડેમ-2 પ્રથમ જ વરસાદમાં ઓવરફ્લો થયો છે. ડેમમાં નવા નીરની સતત આવક થતાં તંત્રએ વેણુ ડેમ-2ના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ નાગવદર, નીલખા સહિત આસપાસના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેતી રાખવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
