તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Sunday, 5th July 2026
વેરાવળ જળમગ્ન :કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પાલિકાના અધિકારીઓ સાથે વિવિધ સ્થળોનું નિરીક્ષણ કર્યું
ધારાસભ્યએ વહેલી તકે પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા ભારપૂર્વક રજૂઆત કરી :અધિકારીઓએ 24 કલાકમાં પાણીનો નિકાલ કરવાની ખાતરી આપી

વેરાવળમાં વરસાદનો વિરામ થયાના બીજા દિવસે પણ વિસ્તારોમાં પાણી ઓસર્યા ન હોવાથી જનજીવન પ્રભાવિત થયું છે, જેના પગલે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પાલિકાના અધિકારીઓ સાથે વિવિધ સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ધારાસભ્યએ વહેલી તકે પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી, જેના જવાબમાં તંત્રના અધિકારીઓએ 24 કલાકમાં પાણીનો નિકાલ કરવાની ખાતરી આપી છે.
વધુમાં, ધારાસભ્યએ જણાવ્યું હતું કે તેઓએ અગાઉ પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આરસીએમ સહિતના અધિકારીઓને પ્રિ-મોન્સૂન કામગીરી અને ઓવરબ્રિજની કામગીરી અંગે અગાઉથી જ રજૂઆત કરી હતી.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
