<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

ઓર્બિટલ રોકેટ વિક્રમ એક લોન્ચ કરી સમગ્ર ભારત-ગુજરાત-જામનગરનું નામ રોશન કરનાર વિભાપરના પૃથ્વી સંઘાણીનુ વતનમાં આગમન મહાદેવ મંદિરે દર્શન કર્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૪ : જામનગરના વિભાપર ગામની પૃથ્વી સંઘાણીએ પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ એક લોન્ચ કરી સમગ્ર ભારત, ગુજરાત અને જામનગરનું નામ રોશન કરી માદરે વતન પધારી ત્યારે તેમનું વિભાપર ગામમાં અદકેરુ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.તેણે ગામના પાદરમાં આવેલા મહાદેવના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. અને પોતે વતનમાં આવી પરિવારજનો અને સ્થાનિકોને મળી ખુશી વ્યક્ત કરી હતી. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:06 PM IST)