<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં પાંજરામાં ગમછો નાખી વાઘની પજવણી કરતો વીડિયો વાયરલ

વાઘ સાથે રમત રમી મજા માણવા તથા વીડિયો બનાવવા માટે પાંજરામાં ગમછો વાઘના મોંમાં આપી રહ્યો હતો

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વાઘની પજવણી કરવામાં આવતો એક આઘાતજનક વીડિયો સામે આવ્યો છે.

અહીં કેટલાક લોકો વાઘ સાથે રમત રમી મજા માણવા તથા વીડિયો બનાવવા માટે પાંજરામાં ગમછો વાઘના મોંમાં આપી રહ્યો હતો. વાઘના પાંજરાની પાસે જઈ ગમછો ફેંકીને પજવણી કરતા હતા, આ ઘટનાને કેટલાક લોકો મોબાઈલમાં વીડિયો ઉતારીને કેદ કરતાં પણ જોવા મળતા હતા. એક વાઘ ગમછાને લઈ નીચે બેસીને ચાવી રહ્યો હતો ત્યારે બીજો વાઘ અન્ય એક વ્યક્તિ દ્વારા ફેંકવામાં આવેલા ગમછાના એક છેડાને મોંઢામાં લઈ ખેંચવાનો પ્રયત્ન કરતો હતો.

આજુબાજુનાં લોકો ટોળે વળીને ચિચિયારીઓ પાડતા હતા અને ટીખળ કરતા હતા. જ્યારે લોકો આ પ્રકારની હરકત કરતાં હતા ત્યારે ત્યાં કોઈ જ સુરક્ષા કર્મી કે અધિકારી તેમના અટકાવવા માટે હાજર પણ ન હતા. હવે જ્યારે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે પ્રાણી સંગ્રાહલયમાં સુરક્ષા વ્યવસ્થા તથા લોકોની મનમાનીનો ફાંડો ફુટી રહ્યો છે. આ પ્રકારની હરકત બાદ વીડિયોમાં એક વ્યક્તિ પ્રાણી સંગ્રાહલયમાં આવવાના પૈસા વસૂલ થઈ ગયા હોવાની પણ રમૂજ કરતો સાંભળી શકાય છે.


અત્રે ઉલ્લેખનીય છે કે લોકો પોતાના શોખ અને ખુશી માટે સતત વન્ય પ્રાણીઓની નજીક જવાનો અને ઘણી વખત તો બહાદૂરી દેખાડવાનો પ્રયત્ન કરે છે, જ્યારે કોઈ મોટા સંકટમાં આવી જાય છે ત્યારે તેઓ વ્યવસ્થા અને વહિવટીતંત્રને જવાબદાર ઠરાવે છે કે તેમને ટીકાનો ભોગ બનાવે છે.
તાજેતરમાં જ અમરેલિ જિલ્લામાં સિંહોના મેટિંગ સમયે ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા જનાર એક વ્યક્તિ પર સિંહે હુમલો કરી મોંતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટના બાદ રાજ્ય સરકારે વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ બે આરોપીની ધરપકડ પણ કરી હતી અને કાર્યવાહી કરી હતી.

(10:06 PM IST)