હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માળિયા (મી.)ના વીરવદરકા ગામમાં દારૂમાં પકડાયા હોવાની વાત ફેલાવા મુદે બે જૂથ વચ્ચે મારામારી.
બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી : માળિયા મીંયાણા પોલીસે કુલ 7 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયા મીંયાણા તાલુકાના વીરવદ૨કા ગામમાં ગત તા.18ના રોજ દારૂના કેસના ન્યૂઝ બાબતે ગામમાં વાત ફેલાવા મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ બનાવ અંગે તા. 21ના રોજ માળિયા મીંયાણા પોલીસ મથકમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રથમ ફરિયાદમાં અનિલભાઈ નીલેશભાઈ થરેશાએ વિશાલ મનસુખભાઈ બાબરીયા, અમીત મનસુખભાઈ બાબરીયા અને રાજદીપ નાનજીભાઈ બાબરીયા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, અગાઉના દારૂના કેસ બાબતે ન્યૂઝમાં આવેલ ખબર અંગે વિશાલ ખોટી અફવાઓ ફેલાવતો હતો. આ અંગે અનિલે અફવા ન ફેલાવવા જણાવતા વિશાલે ઉશ્કેરાઈને ગાળો આપી, લાફો મારી દીધો હતો અને લાકડાના ધોકા વડે જમણા પગમાં માર માર્યો હતો. જ્યારે અમીત અને રાજદીપે ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા પહોંચાડી હતી.
સામા પક્ષે વિશાલભાઈ મનસુખભાઈ બાબરીયાએ અનિલ નીલેશભાઈ થરેશા, રાકેશ નીલેશભાઈ થરેશા, અજયભાઈ રમેશભાઈ થરેસા અને ગેલાભાઈ રમેશભાઈ થરેશા વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, અનિલ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ હોય, વિશાલ તેની વાતો ગામમાં કરે છે તેવો વહેમ રાખીને બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. ત્યારબાદ રાકેશે લાકડાના ધોકા વડે સાથળના ભાગે માર માર્યો હતો અને અજય તેમજ ગેલાએ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ મારામારીમાં વિશાલને વધુ મારથી બચાવવા તેના કાકા અને ભાઈ વચ્ચે પડ્યા હતા.
આ બનાવ અંગે માળિયા મીંયાણા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે બી.એન.એસ કલમ 115(1), 352, 54 અને જી.પી.એ કલમ 135 મુજબ ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ અલ્પેશકુમાર અમરશીભાઈ ગાંભવા ચલાવી રહ્યા છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
