News of Wednesday, 11th November 2026
ઉપલેટામાં એક જ કોમના બે જૂથ વચ્ચે હિંસક અથડામણ : બંને પક્ષના 5 લોકોને ઈજા :3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં પ્રથમ ઉપલેટા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડયા :અન્ય ઈજાગ્રસ્તોને ઉપલેટાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એક જ કોમના બે જૂથ વચ્ચે સામસામે બોલાચાલી અને અથડામણ થઈ હતી. કટલેરી બજારમાં સમાધાન બાબતે બોલાવ્યા બાદ અથડામણ થઈ હતી. આ જૂથ અથડામણમાં બંને પક્ષના 5 લોકોને ઈજાઓ પહોંચી હતી. જેમાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને પ્રથમ ઉપલેટા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. અન્ય ઈજાગ્રસ્તોને ઉપલેટાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ ઉપલેટા પોલીસ બંને હોસ્પિટલ દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોના નિવેદન નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
