તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 14th July 2026
વિરપુર(જલારામ) ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત ગેસની મનમાની સામે લાલઆંખ
૧૨ લાખની સિક્યુરિટી ફી ન ભરતા પાઈપલાઈનનું કામ તાત્કાલિક સ્થગિત કરાવ્યુ : રાધાકૃષ્ણ અને હુડકો સોસાયટીમાં મંજૂરી-ડિપોઝિટ વગર જ બીજા ફેઝનું કામ શરૂ કરતા પંચાયતે કડક પગલાં લીધાઃ રકમ જમા ન થાય ત્યાં સુધી કોઈ કામગીરી નહીં થવા દેવાની ચીમકી

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર(જલારામ)તા.૧૪: જેતપુર તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર (જલારામ) ખાતે ગુજરાત ગેસ લિમિટેડની મનમાની સામે ગ્રામ પંચાયતે કડક વલણ અપનાવ્યું છે. ગેસ પાઈપલાઈન નાખવાની મંજૂરી તેમજ સિક્યુરિટી ડિપોઝીટના નાણાં ભર્યા વિના જ કંપનીએ કામ ચાલુ રાખતા પંચાયતે સમગ્ર કામગીરી તાત્કાલિક અસરથી અટકાવી દીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વિરપુર(જલારામ) ગ્રામ પંચાયતે ગુજરાત ગેસ લિમિટેડને ગત ૧૩ મે ૨૦૨૬ અને ત્યારબાદ ૬ જુલાઈ ૨૦૨૬ના રોજ સત્તાવાર પત્રો લખીને જાણ કરી હતી. જેમાં રાધાકૃષ્ણ સોસાયટી અને હુડકો સોસાયટી વિસ્તારમાં સીસી રોડ તથા રસ્તા ખોદાણના રિસ્ટોરેશન ચાર્જ પેટે આશરે ૮ લાખ રૂપિયા, વાર્ષિક ભાડું અને ૫૦્રુ સિક્યુરિટી ડિપોઝીટ પેટે આશરે ૪ લાખ રૂપિયા મળીને કુલ અંદાજે ૧૨ લાખ રૂપિયા પંચાયતમાં જમા કરાવવા જણાવાયું હતું.
વિરપુર(જલારામ) ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અક્ષય રાઠોડે જણાવ્યું કે, નોટિસ મળ્યા છતાં કંપની દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં કોઈ રકમ જમા કરાવવામાં આવી ન હતી. આヘર્યજનક બાબત એ છે કે, મંજૂરી અને સિક્યુરિટી ડિપોઝીટના નાણાં ભર્યા વગર જ ગુજરાત ગેસના કોન્ટ્રાક્ટરોએ પ્રથમ ફેઝનું કામ પૂર્ણ કરી દીધું હતું. એટલું જ નહીં, પંચાયતને વિશ્વાસમાં લીધા વિના અને બંને ફેઝના નાણાં ભર્યા વગર જ કંપનીએ બીજા ફેઝનું કામ પણ શરૂ કરી દીધું હતું.
આ પ્રકારની મનમાની અને સરકારી તિજોરીને નુકસાન થતું અટકાવવા માટે પંચાયતે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને પાઈપલાઈન નાખવાની તમામ કામગીરી સ્થગિત કરાવી દીધી છે. પંચાયતે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે કે, જ્યાં સુધી ગુજરાત ગેસ કંપની દ્વારા ૧૨ લાખની સિક્યુરિટી ડિપોઝીટ રકમ પંચાયત કચેરીમાં જમા નહીં કરાવવામાં આવે, ત્યાં સુધી આગળની કોઈ પણ કામગીરી કરવા દેવામાં આવશે નહીં.
તલાટીએ વધુમાં જણાવ્યું કે, જરૂર પડ્યે પંચાયત દ્વારા વધુ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. પંચાયતનો ઉદ્દેશ વિકાસ કાર્યોનો વિરોધ કરવાનો નથી, પરંતુ નિયમોનું પાલન અને સરકારી સંપત્તિનું રક્ષણ કરવાનો છે.
આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ચર્ચા જાગી છે. પંચાયતના આ નિર્ણયને લોકોએ આવકાર્યો છે અને કંપની દ્વારા જલ્દી રકમ જમા કરાવીને કામ ફરી શરૂ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
