<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

વિસાવદર શહેર ભાજપ આયોજિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ શિબિર સંપન્ન

અપેક્ષિત આગેવાનો-કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં બે દિવસિય કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર શહેર ભાજપ મહામંત્રી સિધ્ધાર્થ હિરપરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન - 2026 અંતર્ગત વિસાવદર  શહેર ભારતીય જનતા પાર્ટી દ્રારા સાયોના હોટલે ખાતે  દ્વિદિવસીય તા - 27/06/2026 થી 28/06/2026 સુધી પ્રશિક્ષણ વર્ગનું આયોજન વિસાવદર શહેર ભાજપ દ્વારા કરવામાં આવેલ.જેમાં અપેક્ષીત કાર્યકરોની હાજરી સાથે પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્રમાં ખુબ સારા ઉત્સાહ સાથે દીપ પ્રાગટ્ય શહેર ભાજપ પ્રમુખ અભિષેકભાઈ  ગૌસ્વામી, શહેર મહામંત્રી સિધ્ધાર્થ હિરપરા અને કિરણભાઈ ચિતલિયા , જીલ્લા મહામંત્રી ઉમેશભાઈ બાંભરોલીયા ,શહેરના પ્રભારી અને વર્ગના વાલી ભરતભાઈ માડમ , પૂર્વ કૃષી મંત્રી કનુભાઈ ભાલાળા,વક્તા વિનુભાઈ કથીરીયા , પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા ,નગરપાલિકા ના પ્રમુખ દયાબેન ભરતભાઈ સોલંકી , નગર પાલિકા ઉપપ્રમુખ રમેશભાઈ માંગરોળીયા, નગરપાલિકાના તમામ સભ્યો,સંગઠન હોદેદારો એ પ્રારંભ કરાવેલ તેમજ અલગ અલગ સત્ર માં વક્તાશ્રીઓ દ્વારા અલગ અલગ વિષયો ઉપર પ્રશિક્ષણ આપેલ તેમ વિસાવદર શહેર ભાજપ મહામંત્રી સિધ્ધાર્થ હિરપરા એ જણાવેલ છે

(11:10 PM IST)