<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

વિસાવદર નગરપાલિકા દ્વારા ૧૮મી જૂન ગુરુવારે સવારે ૯થી ૨ દરમિયાન સરકારની વિવિધ યોજનાઓના લાભ લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે “જન કલ્યાણ શિબિર”નું આયોજન

નગરજનોને સરકારી સેવાઓનો લાભ સ્થળ પર જ મળી રહે તેવી અમુલ્ય તકનો લાભ લેવા પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસરની જાહેર અપીલ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર નગર પાલિકા દ્વારા તા.૧૮-૬-૨૦૨૬ ગુરુવારે સવારે ૯થી ૨ દરમિયાન પાલિકા ખાતે સરકારની વિવિધ યોજનાઓના લાભ લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે “જન કલ્યાણ શિબિર”નું આયોજન કરવામાં આવ્યું છે.
વિસાવદર શહેરના નગરજનોને સરકારી સેવાઓનો લાભ સ્થળ પર જ મળી રહે તેવી આ અમુલ્ય તકનો લાભ લેવા નગર પાલિકા પ્રમુખના પ્રમુખ શ્રીમતી દયાબેન ભરતભાઈ સોલંકી, ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ વી. માંગરોળીયા, ચીફ ઓફિસર મિતલબેન ભાલાળાએ જાહેર અપીલ કરી છે.
આ શિબિરમાં આયુષ્માન ભારત યોજના, આયુષ્માન યોજના, નમો ગુહ યોજના, પી.એમ.જે.એ.વાય. (અરજી), પી.એમ. ન્યુ ઘર યોજના, લખપતીદિદી યોજના, રામજી યોજના, પી.એમ. સ્વનિધિ યોજના, શાથ શીપ કાર્ડ શાળા, કોલેજ પ્રવેશ, રાષ્ટ્રીય વુદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના (રાજ્ય સરકારની યોજના), રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના(અરજી સ્વીકારતી), ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, શ્રી લક્ષ્મી યોજના, સરસ્વતી યોજના સહિતની વિવિધ સરકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી-માર્ગદર્શન અપાશે અને અરજી કરવા માટે સહાયભૂત થશે

(10:19 PM IST)