તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
વિસાવદર-તળાજા દોઢ, મહુવા- અમરેલીમાં ૧ ઇંચ વરસાદ
રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં વાદળા છવાયા છે પરંતુ માંગ્યા મેઘ વરસતા ન હોવાથી સોૈ ચિંતીત

રાજકોટ તા.૨૧: રાજકોટ તા.૨૧: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ વરસ્યા બાદ સોૈ કોઇ બીજા રાઉન્ડની રાહ જોઇ રહયા છે પરંતુ બીજા રાઉન્ડમાં સાર્વત્રિકના બદલે છૂટોછવાયો વરસાદ પડતા સોૈ કોઇ ચિંતીત છે.
છેલ્લા ૨૪ કલાકમાં વિસાવદર- તળાજામાં દોઢ ઇંચ, મહુવા અને અમરેલીમાં ૧ ઇંચ વરસાદ પડયો છે. જયારે અન્યત્ર ઝાપટા વરસ્યા છે.
દરરોજ વાદળા છવાયા છે પરંતુ મેઘરાજા તૂટી પડતા ન હોવાથી સોૈ કોઇ ચિંતીત છે.
કેશોદ
(સંજય દેવાણી દ્વારા) કેશોદઃ કેશોદ વિસ્તારમાં છેલ્લા સાત દિવસ થી ઓછી-વધતી માત્રામાં વરસાદે વરસવા નું ચાલુ રાખેલ છે, જે માહોલ આજે સવારે પણ યથાવત જોવા મળેલ છે.
અત્રે સીઝનનો કુલ સાડા બત્રીસ ઇંચ જેવો વરસાદ થવા પામેલ છે. વાડી વિસ્તારમાં વાવણી કાર્ય પૂર્ણ થયા ના લગભગ એકાદ સપ્તાહ બાદ ગત બુધવાર થી મેઘરાજા કેશોદ વિસ્તાર માં દરરોજ વારંવાર હાજરી પુરાવતા જોવા મળે છે
છેલ્લા એક સપ્તાહથી શરૂ થયેલ ધૂપ-છાવ જેવા વાતાવરણ વચ્ચે છાશવારે વરસાદ વરસી જાય છે. બાદમાં બીજી તરફ વરાપ પણ નીકળી જતા, ખેતી માટે માહોલ ભારે અનુકૂળ હોય ખેતરોમાં ઊભો પાક ખીલી ઉઠેલ છે.
દરમિયાન આજે સવારે પણ સ્થાનિક કેશોદ સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળેલ છે. ગત રાત્રી દરમિયાન અડધો ઇંચ જેવો વરસાદ વરસી જવા પામેલ હતો .
આ માહોલ વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૫ થી ૮૦% જેવું તેમજ તાપમાન ૭૦ થી ૮૦ ડિગ્રી અને પવનની ગતિ ૧૮ થી ૨૦ કિલોમીટર જેવી જોવા મળેલ હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ મહતમ તાપમાન ૩૨.૫, લઘુતમ ૨૭.૫, હવામા ભેજ ૭૭ ટકા અને પવનની ઝડપ ૧૧.૩ કિ.મી. રહી હતી.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ આજે સવારે જુનાગઢ સહિત પાંચ તાલુકામાં હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસતા ખેડૂતોને મોટી રાહત મળી હતી.
જુનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરેરાશ ૧૨૦ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ગિરનાર પર્વત ઉપર ૨૨ મીમી વરસાદ થયો હતો. જે સાથે જિલ્લાનો મોસમનો સરેરાશ વરસાદનો આંક વધીને ૪૭૭૪ મીમી ઉપર પહોંચ્યો હતો. સવાર સુધીમાં સૌથી વધુ ૧-૧ ઇંચ વરસાદ વિસાવદર તાલુકામાં અને ગિરનાર પર નોંધાયો હતો.
દરમિયાન આજે પણ સવારથી જુનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં હળવા ભારે વરસાદના ઝાપટા વરસતા બફારાની જગ્યાએ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ રાહત અનુભવી હતી. સવારના પ્રારંભિક બે કલાકમાં વિસાવદર તાલુકામાં ૪ મીમી, મેંદરડા, કેશોદ વિસ્તારમાં ૨-૨ મીમી અને માળીયાહાટીના પંથકમાં ૧ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદના વાવડ મળ્યા ન હતા.
છેલ્લા ૨૪ કલાકમાં પડેલા વરસાદના આંકડા નીચે મુજબ છે.
ભાવનગર
વલ્લભીપુર ૩ મી.મી.
ઉમરાળા ર મી.મી.
ભાવનગર ૪ મી.મી.
શિહોર ૧૦ મી.મી.
ગારીયાધાર ૪ મી.મી.
પાલીતાણા ર મી.મી.
તળાજા ર૮ મી.મી.
મહુવા રર મી.મી.
જેશર ૧૧ મી.મી.
ઘોઘા ૪ મી.મી.
જુનાગઢ
માણાવદર ૧૧ મી.મી.
વંથલી ૧ર મી.મી.
જુનાગઢ ૧ર મી.મી.
વિસાવદર ર૮ મી.મી.
મેંદરડા ૧૮ મી.મી.
કેશોદ ૧૧ મી.મી.
માંગરોળ ર મી.મી.
માળીયાહાટીના ૧૪ મી.મી.
અમરેલી
કુંકાવાવ-વડીયા ૯ મી.મી.
બાબરા ૯ મી.મી.
લાઠી ૮ મી.મી.
લીલીયા પ મી.મી.
અમરેલી ર૦ મી.મી.
બગસરા ૧૬ મી.મી.
ધારી પ મી.મી.
સાવરકુંડલા ૪ મી.મી.
ખાંભા ૧પ મી.મી.
જાફરાબાદ ૧ મી.મી.
રાજુલા ૬ મી.મી.
ગીર સોમનાથ
ગીરગઢડા પ મી.મી.
તાલાલા ૧પ મી.મી.
પાટણ-વેરાવળ ૬ મી.મી.
સુત્રાપાડા ૬ મી.મી.
કોડીનાર ૯ મી.મી.
ઉના ૬ મી.મી.
જામનગર
જોડીયા ૧ મી.મી.
વસઇ ર મી.મી.
સમાણા ર મી.મી.
વાંસજાળીયા ૩ મી.મી.
પડાણા ૧ મી.મી.
મોડપર ૧ મી.મી.
દેવભૂમિ દ્વારકા
ભાણવડ ૧ મી.મી
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
