તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 20th October 2026
વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ગરબી મહોત્સવમાં કન્યાઓનું પૂજન કરાયું.
આ પ્રસંગે ૨૦૦ જેટલી કન્યાઓને તિલક કરી, પૂજન અર્ચન કરીને તેમના આશીર્વાદ મેળવાયા સાથે કન્યાઓને ભેટ સ્વરૂપે લાણી પણ આપવામાં આવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ મોરબી દ્વારા મોરબી શહેરની વિવિધ સેવા વસ્તીઓમાં યોજાતા નવરાત્રી ગરબી મહોત્સવ દરમિયાન કન્યા પૂજન કરવામાં આવ્યું હતું.
નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે માતાજીની આરાધના સાથે કન્યાઓને શક્તિ સ્વરૂપ માની તેમનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૨૦૦ જેટલી કન્યાઓને તિલક કરી, પૂજન અર્ચન કરીને તેમના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા અને સાથે સાથે કન્યાઓને ભેટ સ્વરૂપે લાણી પણ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને નારીશક્તિ પ્રત્યે આદરભાવની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હતો. સેવા વસ્તીઓમાં ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે યોજાયેલા આ કન્યા પૂજન કાર્યક્રમથી ઉત્સાહ અને ભક્તિભાવનું વાતાવરણ સર્જાયું હતું.
વિશ્વ હિન્દુ પરિષદ મોરબી દ્વારા સમાજમાં ધાર્મિક સંસ્કારો, સામાજિક સમરસતા અને સેવા ભાવનાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. નવરાત્રી પર્વ દરમિયાન કરવામાં આવેલું આ કન્યા પૂજન પણ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોને ઉજાગર કરતું એક સુંદર આયોજન બની રહ્યું હતું
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
