<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

મોરબીમાં બુધવારે જૈનો ના ચાતુર્માસ પૂર્ણાહુતિ પ્રસંગે ગુરુદેવ સંત સતીજીઓના વળામણા.

રવિવારે “સંયમ સ્પર્શ ” નો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગત રવિવારે તા.૨૨ ના રોજ “સંયમ સ્પર્શ”  કાર્યક્રમ રાખવામાં આવેલ, ઍટલે કે મુનિ જીવન ના એક નાનકડો અનુભવ, જે પ્રમાણે દિક્ષા વિધિ કરવામાં આવે છે એ જ રીતે વિધિ કરાવવા માં આવી હતી. આ કાર્યક્રમમાં નાના બાળકો બાલિકા ઓ તથા યુવતીઓ સહિત ૫૪ વ્યક્તિઓ એ ભાગ લીધો હતો જે નજારો જોવો એક અલગ લહાવો કહેવાય. કાર્યક્રમ સફળ બનાવવા બને સંઘ ના ટ્રસ્ટીઓ તથા યુવક મંડળ ના સભ્યો તથા પુત્રવધૂ મંડળ, મહિલા મંડળના બહેનો એ ગુરુદેવ તથા મહાસતીજીઓ ના માર્ગદર્શન હેઠળ ખુબજ મહેનત કરી હતી.
વળામણું
ચાતુર્માસ પરિવર્તન.
પ્લોટ તથા સોની બજાર
બંને શ્રી સંઘ નું સંયુક્ત વળામણું…
તારીખ ૨૫, બુધવાર ના રોજ સવારે ૯-૦૫ કલાકે રાખવામાં આવેલ છે.
પૂજ્યશ્રી ગુરુદેવ પ્લોટ પોષધ શાળામાંથી સવારે ૯ -૦૫ કલાકે વિહાર કરશે અને ગાંધી ચોકમાં થઈ વિજય ટોકીઝ પાસે પહોંચશે તથા શ્રી સોની બજારમાંથી પૂજ્ય  મહાસતીજી ઓ ૯-૦૫ વાગ્યે વિહાર કરી ત્યાં પહોંચશે.

અને બંને સંઘના શ્રાવક શ્રાવિકાઓ સાથે જોડાસે અને ત્યારબાદ સકલ સંઘ ની સાથે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી માં પધારશે. ત્યા પૂજ્ય ગુરુદેવ તથા મહાતીજીઓ  મંગલાચરણ ફરમાવશે  આ વળામણા પ્રસંગે દરેકે પધારવા લાભ લેવા એક સંયુકત યાદીમાં જણાવેલ છે.

(10:15 PM IST)