તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
કુંકાવાવના ખળખળ ગામમાં ઘરના પગથીયેથી પટકાતાં વિઠ્ઠલભાઇનું મોત
રાજકોટ સારવારમાં દમ તોડ્યોઃ વાઘેલા પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૯ઃ અમરેલીના કુંકાવાવ તાબેના ખળખળ ગામે ઘરના પગથીયા ઉતરતી વખતે પડી જતાં વૃધ્ધનું ઇજા થવાથી મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ ખળખળ ગામે રહેતાં વિઠ્ઠલભાઇ સિદીભાઇ વાઘેલા (ઉ.વ.૫૮) નામના વૃધ્ધ ગઇકાલે બપોરે ઘરે પગથીયા ઉતરતી વખતે પડી જતાં માથામાં મુંઢ ઇજા થતાં બેભાન જેવા થઇ ગયા હતાં. તેમને વડીયા, જેતપુર, આટકોટ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના મહેશભા ગઢવી સહિતે વડીયા પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર વિઠ્ઠલભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં અને બકાલુ વેîચી ગુજરાન ચલાવતાં હતાં. તેમને સંતાનમાં બે દિકરા છે. (૧૪.૭)
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
