News of Saturday, 25th April 2026
જામનગર મહાનગરપાલિકાની 63 બેઠકો માટે આવતીકાલે મતદાન : 4.42 લાખ મતદારો નક્કી કરશે ભાવિ
શહેરમાં 416 મતદાન મથકો ઉભા કરાયા : તંત્ર સજ્જ : 2.27 લાખ પુરુષ અને 2.15 લાખ મહિલા મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૫ : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. એક બેઠક બિનહરીફ જાહેર થયા બાદ બાકીની 63 બેઠકો માટે આવતીકાલે, તા. 26-04-2026ના રોજ મતદાન યોજાશે. શહેરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ચૂંટણી પ્રક્રિયા નિર્વિઘ્ન અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શહેરમાં કુલ 416 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં સુરક્ષા તેમજ અન્ય જરૂરી સુવિધાઓની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ ચૂંટણીમાં કુલ 4,42,841 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 2,27,364 પુરુષ મતદારો, 2,15,465 સ્ત્રી મતદારો અને 12 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને નિર્ભય અને નિષ્પક્ષ રીતે મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. આવતીકાલે યોજાનાર મતદાનને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
