<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 3ની બેઠક માટે મતદાન સંપન્ન

આગામી 30 જુલાઈના રોજ હાથ ધરાનારી મતગણતરી બાદ આ બેઠકના વિજેતા ઉમેદવારનું નામ સ્પષ્ટ થશે.

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટાચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠક પરના કુલ 13,919 મતદારોમાંથી કુલ 8024 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેના પરિણામે એકંદરે 57.65 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું છે. જેમાં 4,283 પુરુષો અને 3,741 મહિલાઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે તમામ ઉમેદવારોના ભાગ્ય ઈવીએમમાં સીલ થઈ ગયા છે અને આગામી 30 જુલાઈના રોજ હાથ ધરાનારી મતગણતરી બાદ આ બેઠકના વિજેતા ઉમેદવારનું નામ સ્પષ્ટ થશે.

(9:19 PM IST)