તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
વાંકાનેર હોસ્પીટલનો વહીવટ કથડયો
ડોકટર દ્વારા દર્દી તથા સ્વજનો સાથે ગેરવર્તનથી ભારે હોબાળોઃ મામલો પોલીસ મથકે પહોંચ્યો

વાંકાનેરની વિવાદીત સરકારી હોસ્પીટલમાં વિવાદનો મધપુડા છેડનાર ડો.મંહમદ એ. વકાલીયા તેમજ હજારોની સંખ્યામાં દવા, ઇન્જેકશન તથા ગ્લુકોઝના બાટલાનો અઢળક જથ્થો તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ લિતેશ ચંદારાણા- વાંકાનેર)
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.ર૬: વાંકાનેરની રેફરલ સરકારી હોસ્પીટલમાં છેલ્લા ઘણા સમયથી સારવાર બાબતે સાવ કથળી ગયેલો વહીવટ જોવા મળી રહયો. રાજય સરકારે પ્રજાની સુખાકારી અને આધુનીક સારવાર મળી રહે તે હેતુથી કરોડોના ખર્ચે અદ્યતન પાંચ માળનું ૧૦૦ બેંડની તમામ સુવીધાથી સજ્જ હોસ્પીટલ બનાવી આપેલ હોવા છતા અવળચંડાઇથી દર્દીઓની મુશ્કેલીમાં વધારો થતો હોય છે.
તાજેતરમાં થોડા સમયથી વાંકાનેરની સીવીલ હોસ્પિટલનો વહીવટ સાવ કથળતો જાય છે તેવી ઠેર-ઠેર વાતો સાંભળવા મળતી હતી પણ જોતજોતામાં ગત તા.૨૩ના રોજ વાંકાનેર પાલીકા મહીલા સદસ્ય જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલને તાવ-શરદી- ઉધરસની ટ્રીટમેન્ટ માટે આવતા ફરજ પરના ડો.મહંમદ એ વકાલીયા દ્વારા બે દિવસની દવા આપી રવાના કરી દેવાયા બાદ બે દિવસમાં કોઇ ફરજ ન પડતા ફરી દવા લેવા આવતા અને ગ્લુકોઝની બોટલ ચડાવવાની દર્દી દ્વારા રજુઆત કરતા ઉપરોકત ડો.મહમંદ વકાલીયાએ રાજકોટ- મોરબી અથવા ખાનગી હોસ્પીટલ ખાતે જવાની સલાહ આપી અહી હાલ વાંકાનેર સરકારી હોસ્પીટલમાં બાટલાનો સ્ટોક ઉપલબ્ધ નથી તેવો જવાબ આપેલ.
ત્યારે આ દર્દીના પુત્ર અમિત સેજપાલ ડો.વકાલીયા સાથે ચર્ચા (સલાહ) માટે આવેલ અને અમિત સેજપાલે રજુઆત કરતા આવા સામાન્ય તાવ- શરદી- ઉધરસમાં રાજકોટ- મોરબી ન જવાની આ તો સામાન્ય કહેવાય તેટલી જ રજુઆતમાં ઉપરોકત ડોકટર ગુસ્સે ભરાઇ ગયેલ અને દર્દીના પુત્ર અમિતભાઇ ગુસ્સે ભરાઇ ડો.વકાલીયાના ગરદનના ભાગે મુકકો મારી દીધેલ હતો અને આ મામલો પોલીસ સુધી પહોચ્યો હતો.
આજ રીતે તા.૨૨-૯-૨૬ના દિવસે વાંકાનેર પત્રકાર લિતેશભાઇ ચંદારાણાને પણ તેમના પત્ની રેખાબેન ચંદારાણાને પણ છેલ્લા ચાર દિવસ તાવ- શરદી- ઉધરસ હોવાથી વય- મર્યાદાના કારણે નિવૃત થયેલા ડો.એ.જે. મસાકપુત્રાના ઘરથી ત્રણ દિવસની દવા આપેલ અને સલાહ મુજબ જો એવુ નબળાઇ જેવુ લાગે તો એક સાદો ગ્લુકોઝની બોટલ ચડાવડાવી દેજો.
જોત-જોતામાં તાવ- ઉધરસ- શરદીમાં ફેર પડી ગયો પણ વધુ પડતી નબળાઇ જણાતા બોટલ ચડાવવા વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે ઉપરોકત ડો.મંહમદ વકાલીયા દ્વારા હાલ બોટલનો સ્ટોક નથી તેવુ જણાવતા દર્દી રેખાબેનના પુત્ર દિપેન ચંદારાણાએ બહારના મેડીકલ સ્ટોરમાંથી બોટલો ખરીદી દર્દીને ચડાવવા મજબુર કરેલ.
જોવાનુ એ રહયુ કે ઉપરોકત મહીલા દર્દી રેખાબેન ચંદારાણાનો પુત્ર દિપેનભાઇ ચંદારાણા પણ વાંકાનેર સીવીલ હોસ્પિટલનો કર્મચારી હોવા છતા આ ડો.મંહમદ વકાલીયાએ હોસ્પીટલના કર્મચારીને બોટલની સ્પષ્ટ ના કહેતા વિચારવા જેવુ એ છે કે જો સ્ટાફ કર્મચારીને આટલી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તો આમ દર્દીઓની શું હાલત થતી હશે? આ ઉપરાંત ફરીયાદી ડો.મંહમદ એ વકાલીયા પોતાના નિવેદનમાં એવો ઉલ્લેખ કરવામાં આવેલ છે કેન્સરના દર્દીને રીફર કરવાની કામગીરી કરતા અમીત સેજપાલ ભડકયા હતા પણ જયારે અમીતભાઇને આ કેન્સરના દર્દી સાથે કોઇ મતલબ ન હતો.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
