તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
તમે જ્યાંથી નોનવેજ લ્યો છો એ દુકાને જ જાવ કહી વાંકાનેરના કિશન પર કોયતાથી હુમલો
જ્યાંથી યુવાન અવાર-નવાર માંસ ખરીદે છે તે દુકાન બંધ હોઇ રાતીદેવડીની દુકાને જતાં દુકાનદાર ઉશ્કેરાયોઃ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરાયો

રાજકોટ તા. ૨૭: વાંકાનેરમાં પેડક દિગ્વીજયનગરમાં રહેતાં કિશન ધીરજભાઇ મકવાણા (ઉ.વ.૨૫) નામના યુવાન પર સાંજે નજીકના રાતીદેવડી ગામે મટનની દુકાનવાળાએ હુમલો કરી ઢીકાપાટુનો માર મારી કોયતાથી ઇજા કરતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને કરી હતી. કિશન બે ભાઇ અને એક બહેનમાં વચેટ છે અને પ્રાઇવેટ નોકરી કરે છે. તે સાંજે બહાર હોઇ પિતાએ ફોન કરી નોનવેજ લઇ આવવાનું કહેતાં જેની પાસેથી નિયમીત કિશન માંસ ખરીદે છે તે દુકાન બંધ હોઇ જેથી બીજી દુકાને જતા એ દુકાનવાળાએ તમે જ્યાંથી નોનવેજ લ્યો છો ત્યાં જ જાવ, અહિ શું કામ આવો છો કહી ગાળો દેતાં અને જેમતેમ બોલતાં કિશને ગાળો દેવાની ના પાડતાં દુકાનવાળાએ ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
