તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
ગોંડલની ૬૦ લાખની છેતરપીંડી સહિત બે ગુન્હામાં વોન્ટેડ કરણ બાલચંદાણી પકડાયો
ચોરડીના યુવાન સાથે પણ ર.૭૦ લાખની ઠગાઇ કરી'તીઃ બી ડિવીઝન પોલીસે ઝડપી લીધો

રાજકોટ તા. ર૮: ગોંડલની ૬૦ લાખની છેતરપીંડી સહિત બે ગુન્હામાં વોન્ટેડ આરોપીને બી ડિવીઝન પોલીસે ઝડપી લીધો હતો.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા મદદનીશ પોલીસ અધિક્ષક નવીન ચક્રવતી રેપુડી ગોંડલ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ફરિયાદી અજયગીરી સંજયગીરી ગોસ્વામી રહે. ગોંડલને રોકાણના નામે વિશ્વાસમાં લઇ જેન્ટસ ટ્રેક ટી શર્ટના ધંધામાં કટકે કટકે કુલ રૂપિયા ૬૦,૦૦,૦૦૦/- (સાંઇઠ લાખ) નું રોકાણ કરાવી પૈસા પડાવી આરોપીઓએ ફરિયાદીને તેમના પૈસા પાછા નહીં આપી કુલ રૂપિયા સાંઇઠ લાખની છેતરપીંડી તથા (ર) ફરિયાદી મેઘરાજસિંહ મહાવીરસિંહ ઝાલા રહે. ચોરડી તા. ગોંડલ સાથે રોકાણ કરવાના નામે ઠગાઇ કરવાના ઇરાદે ધંધામાં રોકાણ કરવા અને ઉંચો નફો મળશે તેમ કહી કુલ રૂપિયા ર,૭૦,૦૦૦/-ની છેતરપીંડીના ગુન્હામાં વોન્ટેડ કરણભાઇ રાજેન્દ્રભાઇ બાલચંદાણી રે. ગોંડલ ભોજરાજપરાને બી ડિવીઝન પોલીસે ઝડપી લીધો હતો.
આ કાર્યવાહી બી ડિવીઝનના પી.આઇ. જી. એસ. ગઢવી, એ. વી. સાંખટ પો. સબ ઇન્સ., મદનસિંહ જેઠુસિંહ ચૌહાણ એ.એસ.આઇ., શકિતસિંહ મનુભા જાડેજા પો. હેડ કોન્સ., દિનેશભાઇ વીરજીભાઇ પો. હેડ કોન્સ., દિનેશભાઇ વીરજીભાઇ પો. હેડ કોન્સ., ઓમદેવસિંહ વનરાજસિંહ પો. કોન્સ., સુરપાલસિંહ જયદેવસિંહ પો. કોન્સ., હીતેન્દ્રસિંહ રાયુભા પો. કોન્સ. તથા નીમુબેન બચુભાઇ વુ. પો. કોન્સ. દ્વારા કરવામાં આવી હતી.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
