<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

વોર્ડ નં 10 ને ઉમેદવારો બહુ સારા મળ્યા છે, મામા માસીના જોતા નહી ઉમેદવારને જોઈને મતદાન કરજો:મંત્રી કાંતિલાલ અમૃતિયા.

મોરબી વોર્ડ નં 10 ના ભાજપ કર્યાલયનો ધમાકેદાર સુભારંભ.

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબી વોર્ડ નં 10 ના ઉમેદવારો ભાવેશભાઈ અરજણભાઈ કંજારીયા, ગણેશભાઈ નાનજીભાઈ ડાભી, અલ્પાબેન રોહિતભાઈ કંજારીયા અને સોનલબેન પ્રફુલભાઇ બાવરવાના ચુંટણી કાર્યાલયનું મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહીત અગ્રણીઓએ રીબીન કાપી ઉદઘાટન કર્યું હતુ આ તકે વિશાળ જનમેદની દ્વારા ભારત માતાકી જય અને જય જય શ્રી રામના જયઘોસથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ.
આ તકે જેમણે ગત પાલિકામાં 52 ને 52 સીટો જીતવાની જાહેરાત કરી હતી, જેમણે કાંતિલાલ અમૃતિયા 60 હજારની લીડથી જીતશેની જાહેરાત કરી હતી તેવા ચુંટણી ચાણક્ય અને મોરબી શહેર ભાજપ પૂર્વ પ્રમુખ લાખાભાઇ જારીયાએ આ ચૂંટણીમાં આપ અને કોંગ્રેસના અડધા  ઉમેદવારોની ડિપોઝિટ પણ જાય તેવુ કરી બતાવવા લોકોને અપીલ કરી હતી.
પૂર્વ કેન્દ્રીયમંત્રી મોહનભાઇ કુંડારીયાએ 52 ને 52 ભાજપના ઉમેદવારો માટે મતદાન કરવા અનુરોધ કરવા સાથે હવે મોરબીમાં અનેક ઓવરબ્રિજ, અંડરબ્રિજ, લાયબ્રેરી, ગાર્ડન, રોડરસ્તા સહીત અનેક વિકાસના કામો થવાના હોવાનું જણાવ્યુ હતુ.
પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડીયાએ જણાવ્યુ હતુ કે, અમારો ઉમેદવાર ક્યારેય ફરિયાદનો મોકો નહિ આપે, વિકાસનો મોકો અને તક મળી છે. અને આપણા મોરબીને મંત્રી પણ મળ્યો છે.
મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ 40 કનેકશન હમણાંજ વાડી વિસ્તારમાં આપ્યા છે. 122 વાડીમાં સ્કૂલની જરૂર છે. તેની દરખાસ્ત થઈ ગઇ છે, 19 જ્ઞાતિને ટીકીટ આપી છે. ઉમેદવાર સારા મળ્યા છે મામા માસીના જોતા નહી. સામે વાળાનું વિચારતા પણ નહી તેની પાસે ગરીઓ જારી કાંઈ નથી.
કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત પ્રદેશ ભાજપ મંત્રી આશાબેન નકુમે ઉપસ્થિત વિશાળ જનમેદની જોઈ જણાવ્યુ હતુ કે, આ કોર્પોરેશન જેવું લાગે છે. કાંતિભાઈ અમૃતિયા જેવા પ્રતિનિધિ સૌભાગ્યથી મળે છે. આપનો એક પણ મત રહી ન જાય. એક મતની કિંમત સમજાવતા ઉમેર્યું હતુ કે આ ભાવેશભાઈ કંઝારીયા ગત ટર્મમાં માત્ર 1 મતથી જીત્યા હતા.
આ તકે ઉમેદવાર ગણેશભાઈ ડાભીએ પણ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, સાચો વિકાસ લોકોના દિલથી જોડાઈને થાય છે. લોકોની અપેક્ષાઓ ઘણી અને આ રોજિંદી ઝીંદગીનો ભાગ છે. અને સૌ સાથે મળીને કામ કરીએ તો કોઈ પડકાર મોટો નથી.
આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, નિર્મલભાઈ જારીયા, જયંતિભાઈ જે. પટેલ, જેઠાભાઇ મીંયાત્રા, કે . એસ. અમૃતિયા, પ્રદીપભાઈ વાળા, નરેન્દ્રસિંહ જાડેજા, જયુભા જાડેજા સહીત અનેક અગ્રણીઓ વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

(1:00 AM IST)