હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબીમાં વોર્ડ નં. 10ના વિકાસકામો અને નવા ફાયર સ્ટેશનની મુલાકાત લઈ સમીક્ષા કરતા મેયર.
વેસ્ટ ઝોન કચેરીની પણ મુલાકાત લઈ વહીવટી કામગીરીની ચકાસણી કરાઈ: ફાયર અને બાંધકામ સમિતિના ચેરમેન રહ્યા ઉપસ્થિત.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણી દ્વારા વોર્ડ નં. 10 માં ચાલતા વિકાસકામો, વેસ્ટ ઝોન કચેરી અને શકત શનાળા ખાતે નિર્માણ પામનાર ફાયર સ્ટેશનની સ્થળ મુલાકાત લઈને સમીક્ષા ક૨વામાં આવી હતી.
મેયર ઉત્તમભાઈ સુરાણીએ વોર્ડ નં. 10 ના વિકાસકામો સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તેમજ નાગરિકોને તેનો સત્વરે લાભમળે તે અંગે સમીક્ષા કરી હતી. આ ઉપરાંત વેસ્ટ ઝોન કચેરીની મુલાકાત લઈને નાગરિકોને અપાતી પ્રાથમિક સેવાઓ, રજૂઆતોના સમયસર નિકાલ અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલન અંગે ચર્ચા કરી વહીવટી કામગીરીને વધુ નાગરિકલક્ષી બનાવવા સૂચનો કર્યા હતા.
શહેરના વિસ્તરણ અને વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વેસ્ટ ઝોનમાં શકત શનાળા ખાતે નવા ફાયર સ્ટેશનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. મેયર દ્વારા આ સ્થળની મુલાકાત લઈ કામગી૨ી અને આયોજનની સમીક્ષા કરાઈ હતી. આ ફાયર સ્ટેશન બનવાથી વેસ્ટ ઝોન તથા આસપાસના વિસ્તારોમાં આગ કે અન્ય કટોકટીની પરિસ્થિતિમાં બચાવ અને રાહત કામગીરી વધુ ઝડપી બનશે.
આ સમીક્ષા મુલાકાત દરમિયાન ફાયર સમિતિના ચેરમેન મહેન્દ્રભાઈ સવસાણી, બાંધકામ સમિતિના ચેરમેન રવિભાઈ સનાવડા, સ્થાનિક કોર્પોરેટર ગણેશભાઈ ડાભી તથા તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
