<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

મોરબી મહાપાલિકામાં બીલ કોભાંડમાં જેને ચોરી કરી તેને તપાસ સોપાઈ ? ગંભીર આક્ષેપો.

ડેપ્યુટી કમિશનરે મીડિયાને આપેલા નિવેદનનો જાગૃત નાગરિક દ્વારા વિરોધ RTI કરનારે તપાસ અને ડેપ્યુટી કમિશ્નરના નિવેદન સામે નોંધાવ્યો વિરોધ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકામાં ખોટા બીલો મંજુર કરી કોભાંડ આચરવાના પ્રકરણમાં ડેપ્યુટી કમિશનરે મીડિયાને તપાસના આદેશો આપ્યાનું નિવેદન આપ્યું હતું જે મામલે આરટીઆઈ કરનાર જાગૃત નાગરિકે ડેપ્યુટી કમિશ્નરની કામગીરી સામે સવાલો ઉઠાવી જે ચોર ચોરી કરે તેને તપાસ કરવાનું કહેવામાં આવ્યું હોય તેવો ઘાટ સર્જાયો હોવાનું જણાવ્યું હતું.

મોરબીના રહેવાસી પરિમલ ઠક્કરે મહાનગરપાલિકા કમિશ્નરને આજે લેખિત આવેદન પાઠવી જણાવ્યું છે કે મહાપાલિકા દ્વારા ચૂકવાયેલા ખોટા બીલો અંગે તા. ૩૦ સપ્ટેબરના રોજ અરજી કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી પરંતુ સમાચાર માધ્યમો દ્વારા તા. ૧૪ ઓક્ટોબરના રોજ જાણવા મળ્યું કે ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીએ ઈન્ટરવ્યુંમાં એવું જણાવ્યું હતું કે અરજીની તપાસ ચીફ ઓડીટરને સોપવામાં આવી છે પરંતુ ચૂકવાયેલા ખોટા બીલો, તમામ બીલો ચીફ ઓડીટર દ્વારા પહેલાથી જ ઓડીટ કરવામાં આવ્યા છે અને આ સાહેબની પણ મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે આ બાબત રજુઆતમાં પણ જણાવ્યું હતું પરંતુ છતાં પણ ચીફ ઓડીટરને તપાસ સોપી, જે ચોર ચોરી કરે તેને જ પોતાની તપાસ કરવાનું કહેવામાં આવે તેવો ઘાટ સર્જાયો છે.

જેથી અરજીમાં દર્શાવેલા તમામ શંકાસ્પદ અધિકારી સિવાય ઉચ્ચ કક્ષાના અધિકારી પાસે તપાસ કરાવવામાં આવે તેવી માંગ કરી છે તેમજ ફોજદારી પણ દાખલ કરવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે આમ મોરબી મહાપાલિકામાં બિલાડીને જ દૂધનું રખોપુ સોપવામાં આવ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે અરજદારે ડેપ્યુટી કમિશ્નર જેવા ઉચ્ચ અધિકારી સામે આક્ષેપો કરતા મામલો વધુ ગરમાયો છે

(12:14 AM IST)