તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
વરસાદે હાથતાળી દેતાં કોડીનારમાં જળસંકટ ઘેરાયું: શિંગોડા ડેમ ભરવા રજૂઆત

(અશોક પાઠક દ્વારા)કોડીનાર, તા. ૧૯: કોડીનાર પંથકમાં વરસાદના અભાવે પીવાના પાણી અને ખેતી માટે સિંચાઈના પાણીની સમસ્યા ગંભીર બની રહી છે. અનેક ચેકડેમો ખાલી પડ્યા હોવાથી સ્થાનિક લોકો અને ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે કોડીનાર,સુત્રાપાડા તથા ગીરગઢડા તાલુકાના લોકોને પાણીની સમસ્યામાંથી રાહત અપાવવા અને ગીરના વન્યજીવોને પૂરતું પાણી મળી રહે તે હેતુથી સૌની યોજના અંતર્ગત જામવાળા ખાતે આવેલા શિંગોડા ડેમને પાણીથી ભરવા માટે પાઈપલાઈનનું આયોજન કરવાની માગ ઉઠી છે. આ સાથે જ સૌની યોજનાને લંબાવી સોમત, શાંગાવાડી અને શિંગોડા ત્રણેય નદીઓને જીવંત કરવામાં આવે તો સમગ્ર વિસ્તારના ખેડૂતો અને પ્રજાજનો માટે મોટી રાહતરૂપ બની શકે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે.
આ અંગે મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ મુખ્યમંત્રી ને રજૂઆત કરી છે. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સહિતના આગેવાનોએ પણ મુખ્યમંત્રી સમક્ષ આ પ્રશ્ન રજૂ કરી પંથકના લોકોના હિતમાં તાત્કાલિક પગલાં ભરવા વિનંતી કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે સૌની યોજના અંતર્ગત ધારી ખાતે આવેલા ખોડીયાર ડેમ તથા તાલાલા તાલુકાના ઉમરેઠી ખાતે આવેલા હિરણ-૨ ડેમ સુધી પાઈપલાઈન મારફતે પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને સ્થળમાંથી કોઈ એક સ્થળેથી પાઈપલાઈન લંબાવી ગીરગઢડા તાલુકાના જામવાળા ખાતે આવેલા શિંગોડા ડેમ સુધી પાણી પહોંચાડવામાં આવે તો કોડીનાર અને ગીરગઢડા તાલુકાના લોકોને મોટો લાભ મળી શકે તેમ છે.
કોડીનાર મતવિસ્તારમાં દરિયાકાંઠાનાં તેમજ ગીરના જંગલને અડીને આવેલાં અનેક ગામોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં હાલ સૌની યોજનાનો લાભ મળતો ન હોવાથી વરસાદની અછતની સીધી અસર પાણીના સંગ્રહ અને ખેતી પર પડી રહી છે. પૂરતો વરસાદ ન થતાં ચેકડેમો ખાલી પડ્યા છે, જેના કારણે પીવાના પાણીની વ્યવસ્થા અને ખેતી માટે પાણી મેળવવાનો પ્રશ્ન વિકટ બન્યો છે.સૌની યોજનાનું પાણી શિંગોડા ડેમ સુધી પહોંચાડવાની સાથે પાઈપલાઈનનું આયોજન એવી રીતે કરવામાં આવે કે સોમત, શાંગાવાડી અને શિંગોડા ત્રણેય નદીઓને પણ પુનઃજીવિત કરી શકાય, તેવી માગ રજૂઆતમાં મહત્ત્વની બની છે.
આ ત્રણેય નદીઓમાં પાણીની ઉપલબ્ધતા વધે અને જળસંગ્રહનાસ્ત્રોતો સમળદ્ધ બને તો કોડીનાર તથા ગીરગઢડા તાલુકાના વિશાળ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી શકે તેમ છે. સાથે જ સ્થાનિક ગામોમાં પીવાના પાણીની સમસ્યા હળવી કરવામાં અને ભૂગર્ભજળના સ્તર સુધારવામાં પણ મદદ મળી શકે છે.હાલ વરસાદની અછતને કારણે ખેડૂતોને ખેતી માટે પાણીની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની રહી છે. આવા સંજોગોમાં સૌની યોજનાને વિસ્તાર સુધી લંબાવી નદીઓ અને ડેમોમાં પાણી પહોંચાડવાનું આયોજન થાય તો ખેડૂતોને ખેતીમાં મોટો આધાર મળી શકે છે. આ ઉપરાંત પશુપાલકો અને ગ્રામ્ય વિસ્તારોના રહેવાસીઓને પણ પાણીની સમસ્યામાંથી રાહત મળવાની આશા છે.
કોડીનાર અને ગીરગઢડા તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખેતી પર નિર્ભર પરિવારો માટે પાણીની ઉપલબ્ધતા અત્યંત મહત્ત્વની છે. વરસાદના અભાવે જળસંગ્રહનાસ્ત્રોતો ખાલી રહેતાં ખેડૂતોને પાકની જાળવણી અને આગામી ખેતી અંગે ચિંતા સતાવી રહી છે. ધારી-કોડીનાર સ્ટેટ હાઈવે તથા તાલાલા-જામવાળા સ્ટેટ હાઈવેની બંને બાજુએ પાઈપલાઈન નાખવાની શકયતા તપાસી આયોજન કરવામાં આવે તો ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં મદદ મળી શકે તેમ છે.
શિંગોડા ડેમ ગીરના જંગલ વિસ્તારમાં આવેલો હોવાથી આ યોજનાનું મહત્ત્વ વન્યજીવ સંરક્ષણની દૃષ્ટિએ પણ વિશેષ છે. વરસાદની અછતને કારણે જંગલ વિસ્તારમાં પાણીની સમસ્યા ઊભી થાય ત્યારે એશિયાઈ સિંહ સહિતનાં વન્યજીવો પાણીની શોધમાં માનવવસાહતો તરફ આવી શકે છે. શિંગોડા ડેમમાં પૂરતો જળસંગ્રહ થાય અને આસપાસના જળષાોતો સમળદ્ધ બને તો વન્યજીવોને પાણીની ઉપલબ્ધતા વધારવામાં તથા માનવ-વન્યજીવ સંઘર્ષનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે. જોકે, આ સમગ્ર આયોજનમાં જંગલ અને પર્યાવરણનું સંરક્ષણ જળવાઈ રહે તે પણ જરૂરી છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
