<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

કેશોદવાસીઓને ઉનાળાના તાપ કરતા પણ વધુ દઝાવતો પાણી પ્રશ્ન !

પાલિકામાં કાર્યભાર સંભાળે તે પહેલા જ નવા ચૂંટાયેલા ચંદ્રિકાબેન ભોપાળા પાણી પ્રશ્‍ને ચિંતિત : મુખ્‍યમંત્રીને લખ્‍યો પત્ર ઓજત-ર ડેમના દરવાજાનું રીપેરીંગ કામ ચાલુ હોય જેના કારણે સર્જાઇ પાણીની સમસ્‍યા : પ્રવર્તમાન સંજોગોમાં ઉનાળુ સિઝન પીક પર હોય તાત્‍કાલીક અસરથી નિયમિત પાણી મળી રહે તે અંગે વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવા માંગ

( સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા. ૧૪:  હજુ તો કેશોદ નગરપાલિકા નો કાર્યભાર સંભાળે તે પહેલા જ પાણી પ્રશ્‍ને અંગે તાજેતરમાં વોર્ડ નંબર આઠમાં ચૂંટાયેલા નવા ભાજપના મહિલા પ્રતિનિધિ શ્રીમતી ચંદ્રિકાબેન ભોપાળા પ્રાણ પ્રશ્‍ન સમા પીવાના પાણી પ્રશ્‍ને ચિંતિત જણાઈ રહેલ છે. તેઓએ આ અંગે મુખ્‍યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી સ્‍થિતિ ની ગંભીરતા ને ધ્‍યાને લઈ કેશોદ શહેરમાં ઉભી થયેલ પીવાના પાણીની અછત ની સમસ્‍યા નો તાત્‍કાલિક અસર થી ઉકેલ લાવવા માંગણી કરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના અગ્રણી તથા પાલિકાના પૂર્વ સદસ્‍ય સ્‍વ. હરદાસભાઇ તથા પૂર્વ પાલિકા પ્રમુખ શ્રીમતી જીવીબેન ભોપાળા પરિવાર નો ગઢ ગણાતા વોર્ડ નંબર ૮ માંથી બક્ષીપંચ વર્ગના શ્રીમતી ચંદ્રિકાબેન હરેશભાઈ ભોપાળા ભાજપ તરફથી સામાન્‍ય બેઠક પરથી સૌપ્રથમ વખત ચૂંટાયેલા સદસ્‍ય છે. તેઓ આગામી તારીખ ૧૯ ના રોજ મળનાર પાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં યોજાનાર પ્રમુખ પદની ચૂંટણી ના મજબૂત દાવેદાર હોવાનું મનાઈ રહેલ છે.

 એક તરફ ભારે ઉનાળા નો તાપ બીજી તરફ કેટલીક ટેકનીકલ ખામીઓના કારણે ઉદ્દભવેલ પાણી સમસ્‍યા ના કારણે શહેરમાં લગભગ આઠ - આઠ દિવસે પાણી વિતરણ કરવામાં આવતું હોવાની બૂમો ઊઠવા પામેલ છે આ સ્‍થિતિ વચ્‍ચે શહેરમા ખાસ કરીને મહિલાઓને ઉનાળાના તાપ થી પણ વધુ પાણીની સમસ્‍યા દઝાવી રહેલ છે ! ત્‍યારે હાલ પ્રવર્તેલ પાણીની સમસ્‍યાને ધ્‍યાને લઈ હજુ તો આગામી તારીખ ૧૯ ના રોજ નગર સેવિકા તરીકે પોતાનો કાર્યભાર સંભાળે તે પૂર્વે જ આગળ આવી ચંદ્રિકાબેન ભોપાળા એ પ્રવર્તમાન સમયમાં સર્જાયેલ પાણીની સમસ્‍યાને હળવી કરવા માટે લાગતા વળગતા સંબંધી તો દ્વારા જરૂરી પગલાં લેવાય તે અંગેના ના પ્રયાસો હાથ ધરેલ છે.

   આ અંગે સ્‍વ. હરદાસભાઇ મેસુરભાઈ ભોપાળા મેમોરીયલ સંચાલિત જન સેવા કાર્યાલય ખાતે થી પાલિકા સદસ્‍ય શ્રીમતી ચંદ્રિકાબેન ભોપાળા ના પ્રવક્‍તા તથા ભાજપના અગ્રણી ચિરાગભાઈ ભોપાળા એ એક વાતચીત દરમિયાન જણાવેલ કે, પીવાના પાણી અંગે સ્‍થાનિક કેશોદ શહેરને લાગે વળગે છે ત્‍યાં સુધી પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થાપન બોર્ડ દ્વારા ઓજત -૨ માંથી કેશોદને પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતૂ હાલ ઓજત -૨ ડેમના ના દરવાજા ના રીપેરીંગ ની કામગીરી ચાલી રહેલ છે જેથી ફરજિયાત ડેમ ની અંદર રહેલ પાણી ખાલી કરવું પડેલ હોય જેના કારણે પાણીની અછત ઊભી થતા પાણી પુરવઠા બોર્ડ જરૂરી નિયમિત પાણી પુરવઠો સપ્‍લાય કરી શકાતું નથી. જેની સિધી અસર સ્‍થાનિક કેશોદ શહેરમા નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પાણીની સપ્‍લાય પર પડેલ છે. અધૂરામાં પૂરું હાલ ઉનાળુ સીઝન હોય આ સ્‍થિતિ વચ્‍ચે પાણી પ્રશ્ન ભારે વિકટ બનેલ છે.  શ્રી ભોપાળાએ વધુમાં જણાવેલ કે હાલ ઓજત - ૨ નું પાણી મળી રહે તે માટે કેશોદ નગરપાલિકાને પાણી પુરવઠા બોર્ડ દ્વારા મહી પરીયોજનાનું પાણી આપવામાં આવતું હોવાની સંબંધીતો દ્વારા મૌખિક જાણ કરવામાં આવેલી છે. પરંતુ આ વ્‍યવસ્‍થામાં તકલીફ મોટી એ ઊભી થવા પામેલ છે કે મહિપરી યોજના ની લાઈનમાં વારંવાર ફોલ્‍ટ સર્જાવા ના કારણે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી નિયમિત મળતું નથી. આ સ્‍થિતિ વચ્‍ચે લગભગ છેલ્લા ૧૫ દિવસથી કેશોદ શહેરમાં પાણી સપ્‍લાય ની વ્‍યવસ્‍થા ખોળવાઈ જવા પામેલ છે.

  પ્રવર્તમાન સંજોગોમાં ઉનાળાની પીક સિઝન ચાલી રહી છે એ સાથે લોકોમાં પાણીની ડીમાન્‍ડ પણ વધી રહેલ છે. તેને પૂરાવાર કરવા માટે કેશોદ શહેરને ઓછામાં ઓછી દૈનિક ૧૫ એમ.એલ. ડી. પાણીની જરૂરિયાત છે. આ વિસ્‍તારમાં કોઈ જળાશય કે અન્‍ય કોઈ પાણીનાસ્ત્રોત ન હોય માત્ર અને માત્ર નગરપાલિકા મારફતે આવતા નળ દ્વારા પાણી પર જ લોકોએ આધાર રાખવો પડે છે. આ સ્‍થિતિ વચ્‍ચે પાણીની અછત ઊભી થતા લોકો સ્‍વાભાવિક રીતેજ ભારે મુશ્‍કેલી અનુભવી રહેલ છે. ત્‍યારે પીવાનું પાણી નિયમિત મળી રહે તે માટે કોઈપણ વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવી અનિવાર્ય બનેલ છે.દરમિયાન ચિરાગભાઈ ભોપાળા એ અંતમાં જણાવેલ હતું કે, શ્રીમતી ચંદ્રિકાબેન ભોપાળા પાલિકાની સામાન્‍ય ચૂંટણીમાં ચૂંટાતા ની સાથે જ જાહેર હીત ને ધ્‍યાને લઈ પોતાની ફરજના ભાગરૂપે જુદા જુદા લોક પ્રશ્‍ન સંદર્ભે સક્રિય બનેલ છે. તેઓએ અત્રે ઉદ્ભભવેલ પ્રાણ પ્ર‘ સમા પાણી પ્રશ્‍ને રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રીભુપેન્‍દ્રભાઈ પટેલને એક પત્ર પાઠવી તાત્‍કાલિક ધોરણે પાણી સમસ્‍યાનું નિરાકરણ લાવવા વિનંતી કરેલ છે.

(1:23 PM IST)