તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
બોટાદ સાળંગપુર રોડ પરના રેલવે અંડરબ્રિજમાં પાણીમાં ગરકાવ : કમર સુધી ભરાયા વરસાદી પાણી
હાલ ડીઝલ એન્જિન મૂકી પાણી બહાર કાઢવાનો પ્રયાસ છત્તાં પણ પાણી ભરાવો યથાવત

બોટાદ શહેરનો રેલવે અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. રેલવે અંડર બ્રિજમાં કમર સુધી પાણી ભરાયા છે. બોટાદ શહેરના સાળંગપુર રોડ પર રેલવે અંડર બ્રિજ આવેલો છે . બોટાદ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અવરજવર કરવા માટેનો મુખ્યમાંર્ગ છે, દર વર્ષની માફક આ વર્ષે પણ માત્ર 20 મિનિટના ધોધમાર વરસાદમાં પાણી ભરાયા હતા . હાલ ડીઝલ એન્જિન મૂકી પાણી બહાર કાઢવાનો પ્રયાસ છત્તાં પણ પાણી ભરાવો યથાવત છે અનેક વાહન ચાલકોના વાહનો પાણીમાં બંધ પડ્યા છે. તો બીજી તરફ અનેક વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી વાહનો પસાર કરી રહ્યા છે.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
