News of Wednesday, 23rd September 2026
ભાવનગરના સિહોર ગ્રામ્ય પંથકમાં વાતાવરણ પલટાયું : અચાનક જોરદાર વરસાદ :માર્ગો પરથી પાણી વહેતા થયા
કાળઝાળ ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ગયેલા સ્થાનિક લોકોને વરસાદથી મોટી રાહત: ગ્રામીણ વિસ્તારોમાં આનંદનો માહોલ છવાઈ ગયો

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ હવામાન પલટાયું હતું. સિહોરના વરલ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં અચાનક જોરદાર વરસાદી ઝાપટાં શરૂ થતાં માર્ગો પરથી પાણી વહેતા થયા હતા. કાળઝાળ ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ગયેલા સ્થાનિક લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે.
સિહોર પંથકના ખેતરોમાં વાવેલા કપાસ, સોયાબીન અને મગફળી સહિતના મોલને આ વરસાદથી મોટો ફાયદો થયો છે. વરસાદ ખેંચાવાની ચિંતામાં મુકાયેલા ખેડૂતોમાં હવે પાકની સારી ઉપજ મેળવવાની નવી આશા જાગી છે.
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
