<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

અમરેલી જિલ્લામાં ફરી વાતાવરણમાં પલટો:સાવરકુંડલા પંથકના અનેક ગામોમાં વરસાદ શરૂ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી

જુના સાવર, ભમોદ્રા, ફિફાદ, ઘોબા અને પીપરડી સહિતના ગામોમાં વરસાદ :આસપાસના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાતા રસ્તાઓ ભીના થયા

અમરેલી જિલ્લામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સાવરકુંડલા પંથકના અનેક ગામોમાં વરસાદ શરૂ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે. સવારથી જ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારબાદ વરસાદી માહોલ જામ્યો હતો. અચાનક વરસાદથી સ્થાનિકોમાં પણ રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.

સાવરકુંડલા તાલુકાના જુના સાવર, ભમોદ્રા, ફિફાદ, ઘોબા અને પીપરડી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. આસપાસના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાતા રસ્તાઓ ભીના થયા છે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

ભમોદ્રા અને શેલણા સહિત જેસર પંથકના વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. વરસાદી માહોલ યથાવત રહેતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીને લઈને પણ આશાવાદ વધ્યો છે. સતત વરસાદના કારણે ખેતરોમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે પાક માટે પણ અનુકૂળ સ્થિતિ સર્જાવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

(7:38 PM IST)