<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

મોરબીમાં ૧૫ વર્ષ બાદ મહેસુલી રેકર્ડમાં વારસદારોના નામ સુધારા માટેની રીવીઝન ફગાવી દેતા કલેકટર

વજેપર ગામની જમીનની વારસાઈ નોંધમાં હસીબેનનું હુલામણુ નામ કંચનબેન હોવાનું જણાવી સુધારો કરવામાં આવી હતી રીવીઝન અરજી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૪: મોરબી જિલ્લા કલેકટ દ્વારા મહેસુલી રેકર્ડમાં નામ સુધારા અંગેનો એક મહત્‍વનો ચુકાદો આપવામાં આવ્‍યો છે. મોરબી શહેરના વજેપર ગામના સર્વે નં. ૮૪૧ વાળી જમીનના રેકર્ડમાં વર્ષ ર૦૧૧ માં દાખલ થયેલી વારસાઈ નોંધમાં જમીન અસમાનનો ફરક દેખાઈ તેવા નામો સુધારવા માટે કરવામાં આવેલ રીવીઝન અરજીને ફગાવી દઈ ૧૫ વર્ષ સુધી નહીં જાગેલા ખેડૂત પરિવારની અરજીને લાંબા વિલંબને કારણે કલેકટરે ફગાવી દીધી હતી.આ કેસની વિગત જોઈએ તો મોરબીના માધાપરમાં રહેતા અરજદાર રતીલાલ દેવરાજભાઈ પરમાર, ભાણજીભાઈ અને સોમૈયા સોસાયટીમાં રહેતા કંચનબેન દ્વારા નાયબ કલેકટરના હુકમ સામે કલેકટર સમક્ષ રીવીઝન અરજી કરવામાં આવી હતી. જમીનના મૂળ ખાતેદાર દેવકરણભાઈના અવસાન બાદ, ર૦૧૧ માં મંજુર થયેલ વારસાઈ નોંધ નં. ૧૮૮૫૪ માં અરજદારોના હુલામણા નામ અનુક્રમે રતનભાઈ, ભરતભાઈ અને હસીબેન દાખલ થઈ ગયા હતા. અરજદારોએ એવી રજૂઆત કરી હતી કે અજ્ઞાનતાના કારણે રેકર્ડમાં હુલામણા નામ નોંધાયા છે, તેથી ગેઝેટ અને ઓળખપત્રોને આધારે તેમના સાચા નામ દાખલ કરવામાં આવે. જોકે, નાયબ કલેકટરે ૧૫ વર્ષનો વિલંબ હોવાથી તેમની આ અપીલ ફગાવી દીધી હતી.

(11:19 AM IST)