તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
જામનગરના રોયલ એમ્પાયર બિલ્ડિંગમા વીજ પુરવઠો ખોરવાઈ જતાં ચાર મહિલા અને બે પુરુષ સહિત છ વૃદ્ધો ફસાઈ ગયા
બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું અને તમામ લોકોને હેમખેમ બહાર કાઢ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૪ જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા રોયલ એમ્પાયર બિલ્ડિંગમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી.
બિલ્ડિંગમાં અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જતાં લિફ્ટ અધવચ્ચે જ બંધ પડી ગઈ હતી, જેમાં ચાર મહિલા અને બે પુરુષ સહિત છ વૃદ્ધો ફસાઈ ગયા હતા.
બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું અને તમામ લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
