News of Thursday, 25th June 2026
સૌરાષ્ટ્રમાં વરસાદ કયારે?
ચોમાસુ ગુજરાતમાં સુરત સુધી પહોંચ્યુ : ગુજરાતમાં નવ દિવસ મોડુ એન્ટર થયેલુ ચોમાસુ બંગાળની ખાડીમાં સીસ્ટમ્સના અભાવે નબળું સાબિત થઇ રહ્યું છે

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. રપ :.. નિયમીત સમય અનુસાર ગુજરાતના દક્ષિણ ભાગોમાં ચોમાસુ ૧પ જુને પહોંચી જતુ હોય છે પણ ઓણસાલ ર૪ તારીખે રાજયના દક્ષિણ ભાગોમાં સુરત સુધી ચોમાસુ પહોંચી ચુકયું છે. ગુજરાતમાં ચોમાસુ નવ દિવસ લેટ ચાલી રહ્યું છે. હજુ ગઇકાલે સવારે આઇએમડીના અપડેટમાં ચોમાસુ ગુજરાતમાં બે દિ' માં એન્ટર થવા માટે વાતાવરણ અનુકુળ હોવાનું દર્શાવાયેલ હતું પણ બપોર બાદ ચોમાસુ ઝડપથી સુરત સુધી પહોંચી ચુકયુ હતું. હવે સૌરાષ્ટ્રમાં ધનાધન મેઘ સવારી કયારે શરૂ થશે ? એ સવાલ સાર્વત્રિક પુછાઇ રહ્યો છે ત્યારે આઇએમડીના ફોરકાસ્ટ મોડેલ મેપ્સમાં હજુ બે દિ' સુધી સૌરાષ્ટ્રમાં વરસાદથી કોરૂ દર્શાવાઇ રહ્યું છે.
જે થોડા-હળવા વરસાદની સંભાવના દર્શાવાયેલ છે તે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક જીલ્લા માટે દર્શાવાયેલ છે. જો કે જીએસએફ સહિત કેટલાક અન્ય વેધર મોડેલ મેપ્સમાં બે દિવસ દરમ્યાન રાજકોટ-મોરબી જીલ્લામાં પણ ઝમાઝમ વરસાદી સંભાવના જોવા મળી રહી છે. સ્કાયમેટના મહેશ પલાવત જણાવે છે કે, બંગાળની ખાડીમાં હજુ કોઇ સીસ્ટમ્સ બની નથી. જેથી ચોમાસુ નબળુ સાબિત થઇ રહ્યું છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
