News of Sunday, 2nd August 2026
કચ્છનું સફેદ રણ વરસાદ બાદ બેટમાં ફેરવાઈ ગયું: ચારે તરફ બસ પાણી જ પાણી
ભારે વરસાદને કારણે સફેદ રણમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો: રણમાં સમુદ્ર જેવો નજારો જોવા મળી રહ્યો છે.

કચ્છનું સફેદ રણ વરસાદ બાદ બેટમાં ફેરવાઈ ગયું. ભારે વરસાદને કારણે સફેદ રણમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. ત્યારે રણમાં સમુદ્ર જેવો નજારો જોવા મળી રહ્યો છે. સફેદ રણમાં ચારે તરફ બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. દર વર્ષે અહીં રણોત્સવ યોજાય છે. પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર બની રહેતું હોય છે અને હવે આ સફેદ રણમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને તેને કારણે રણની અંદર જાણે કે સમુદ્ર હોય તેવી આ તસવીરો સામે આવી રહી છે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
