<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

સુરેન્‍દ્રનગર મનપાના મેયર કોણ?

રાકેશભાઇ, ગજેરાભાઇ, રવિભાઇ, કુસુમબેન અને દિવ્‍યાબેન પૈકી કોઇ એકની પસંદગી થવાની પૂર્ણ સંભાવના

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧: સુરેન્‍દ્રનગર મહાનગર પાલિકામાં ભાજપને ૫૨માંથી ૫૧ બેઠકો જીતીને ભવ્‍ય વિજય સાથે પહેલી મનપાની સત્તા સંભાળી છે. ત્‍યારે ભાજપથી લઇને શહેરીજનોમાં એક જ સવાલ છે કે હવે પહેલા મેયર કોણ બનશે. પહેલા મેયર માટે અનુ.જાતિનું રોટેશન છે. પરંતુ તેમાં પુરૂષ કેસ્ત્રીનો સ્‍પષ્ટ ઉલ્લેખ નથી. બીજી ટર્મમાં અનુ.મહિલાનો ઉલ્લેખ છે.

સુરેન્‍દ્રનગર મનપાની પહેલી ટર્મમા જો પુરૂષ મેયર બનાવાય આવે તો વોર્ડ નં ૬ના રાકેશભાઇ રાઠોડનું નામ મોખરે છે. આ ઉપરાંત વોર્ડ નં-૮ના ગજેન્‍દ્રભાઇ ચૌહાણ અને વોર્ડ નં ૧૧ના રવીભાઇ રાઠોડના નામો ચર્ચામાં છે. રાકેશભાઇના પત્‍ની અગાઉ સભ્‍ય રહી ચૂકયા છે.

બીજુ કે રાકેશભાઇના ભાઇ મળગેશભાઇ રાઠોડે ભાજપમાં નોંધનીય કામગીરી કરી છે. પરંતુ અકસ્‍માતમાં તેમનું નાની ઉંમરે અવાસન થયુ હતુ. આથી તેમણે કરેલા કામનું પક્ષ ઉપર ઋણ છે. તે ઋણ ચૂકવવા માટે પક્ષ તેમને મેયર બનાવી શકે છે.

જયારે ગજેન્‍દ્રભાઇએ વર્ષોથી કાર્યાલય ઉપર પક્ષની સેવા કરી છે. આ બે પુરૂષ ઉમેદવાર વચ્‍ચે મેયર માટેની હોડ લાગી છે. બીજી બાજુસ્ત્રીને પણ મેયર બનાવવાની પક્ષમાં વિચારણા ચાલી રહી છે. જેમાં વોર્ડ નં ૧૩ના કુસુમબેન ઉદયભાઇ સોલંકી અને વોર્ડ નં ૯ના દિવ્‍યાબેન મીયાવડાનું નામ ચર્ચામાં છે.

પક્ષ પુરૂષ કેસ્ત્રીનો નિર્ણય લે તેના ઉપર મેયરનો મદાર રહેશે. મેયર સહિતની નવી બોડી આવ્‍યા બાદ પાલિકામાં જે ૭૦થી ૮૦ કરોડનું બજેટ બનતુ હતુ તે વધીને ૮૦૦થી ૯૦૦ કરોડનું થઇ જશે. ઓનલાઇન ફરિયાદ કરી શકાશે અને તેનો નિકાલ કરીને સ્‍ટાફે મનપામાં રિપોર્ટ કરવો પડશે. વોર્ડમાં પાયાગત સુવિધાનો વધારો થશે. પોતાના વોર્ડના સભ્‍યોની સત્તામાં વધારો થતા લોકોના અટકેલા કામ પુરા થશે.

અત્‍યારે જે મનપામાં મેયર માટેનું રોટેશન જાહેર કર્યુ છે તેમાં માત્ર અનુ.જાતીનો ઉલ્લેખ છે.ષાી કે પુરૂષનો ઉલ્લેખ નથી.પરંતુ જો પુરૂષ માટે અનામત હોય તો તેમાંસ્ત્રીને મેયર તરીકે બેસાડી શકાય છે.જો પક્ષસ્ત્રીને બેસાડવાનું નકકી કરે તો વોર્ડ નં ૧૩ના કુસુમબેન ઉદયભાઇ સોલંકી અને વોર્ડ નં ૯ ના દિવ્‍યાબેન મીયાવડાને પણ મેયર મેયર બનાવી શકે છે.અત્‍યારે પક્ષ માટે કોને મેયર બનાવવા તે હાલ વિચાર માંગી લે તેવો પ્રશ્‍ન છે. તેમ કે.સી.શાહ,(નિષ્‍ણાંત) જણાવે છે.

(10:58 AM IST)