તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
ગોંડલ ભાજપનાં ગઢમાં ગાબડુ કેમ પડયુ? ભાજપનાં આગેવાનોએ મનોમંથન કરવુ જરૂરી
જીલ્લા ભાજપ પ્રમુખ તથા ઉપપ્રમુખ ગોંડલ પંથકના છેઃ હારની જવાબદારી કોની ?

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૮: ગોંડલ સ્થાનીક સ્વરાજ્ય ની ચુંટણીઓ પુરી થઇ ચુકી છે.સંસ્થાકીય નવા હોદેદારો પણ નિમાઇ ચુકયાછે.પરંતુ વર્ષ ૨૦૨૭ માં આવનારી વિધાનસભા ની ચુંટણીઓ પુર્વે જીલ્લા તાલુકા પંચાયત ની ચુંટણીમાં ભાજપે મોવિયા જીલ્લા પંચાયત તથા ચાર તાલુકા પંચાયત ની બેઠકો ગુમાવી નુકસાન કર્યુ તેની ચર્ચા હાલ ચાલી રહીછે.સ્થાનિક સ્વરાજ્ય ની સેમીફાઈનલ સમી આ ચુંટણી માં ભાજપ નાં આગેવાનો કયાં થાપ ખાઇ ગયા એ સવાલ મહત્વનો છે.આヘર્ય તો એ વાત નુ કે આપ નાં મહીલા આગેવાન જીગીશાબેન પટેલ નાં માત્ર છ મહીના નાં લેશન માં તેમણે મહત્વ ની ગણાતી મોવીયા જીલ્લા પંચાયત ની બેઠક ઉપરાંત મોવીયા-૧ ,ઘોઘાવદર, સુલતાનપુર તથા વાંસાવડ જેવી તાલુકા પંચાયત ની બેઠકો જુંટવી લીધી.મોવીયા જીલ્લા પંચાયત ની બેઠક હેઠળ દડવા હમીરપર,ઘોઘાવદર, વાછરા,ખાંડાધાર,મોવિયા તથા ખાંડાધાર નો સમાવેશ થાય છે.આ બેઠક પર આમ આદમી પાર્ટી નાં મહીલા ઉમેદવાર ચુંટાયા છે.આપ ને ૭૫૬૫ તથા ભાજપ ને ૬૪૧૦ મત મળ્યા છે.અહી ભાજપ ને ૧૭૭૨ મત ની ખાધ પડી છે.
ગત ચુંટણીઓ માં જીલ્લા પંચાયત ની તમામ ચાર તથા તાલુકા પંચાયત ની ૨૨ બેઠકો ભાજપે મેળવી હતી.પરંતુ આ ચુંટણી માં તેનું પુનરાવર્તન કરવા માં ભાજપ નિષ્ફળ રહ્યુ છે.જીલ્લા પંચાયત ની એક અને તાલુકા પંચાયત ની ચાર બેઠકો માં મતદારો એ પરિવર્તન આપ્યું છે.
આ પરીણામ ખુબ સુચક મનાય છે.ગોંડલ તાલુકા માં આપ નુ કોઇ અસ્તિત્વ જ નહોતુ.તેમ છતા આપ દ્વારા ગોંડલ માં મજબુત પ્રારંભ કરાયો છે.
ભાજપ ને ગયેલી નુકશાની માં કયુ ફેકટર કામ કરી ગયુ એ ચર્ચાતો મુદો બન્યો છે.જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા તથા ઉપપ્રમુખ પ્રફુલભાઈ ટોળીયા ગોંડલ પંથક નાં છે.ગોંડલ તેમનું હોમગ્રાઉન્ડ છે.છતા ગઢ માં ગાબડુ પડ્યુ છે.પ્રાથમિક જવાબદારી આ બન્ને આગેવાનોની ગણાય.ત્યાર બાદ મોવીયા ની સ્થાનિક નેતાગીરી પણ હાર માટે એટલી જ જવાબદાર ગણી શકાય.ચુંટણીઓ માં સર્જાયેલા અપસેટ નું વિશ્ર્લેશણ કરીએ તો ભાજપ ઉમેદવારો મુકવા માં ભુલ કરી બેઠુ છે.ભાજપ ને ઓવરકોન્ફીડન્સ પણ નડી ગયો છે.જમીન સ્તર નુ માળખુ ગોઠવવા માં ભાજપ ને વધુ પડતો આત્મવિશ્વાસ નડી ગયો છે.જે આગામી ૨૦૨૭ ની વિધાનસભાની ચુંટણી માટે લાલબત્તી સમાન છે.આમ આદમી પાર્ટી ને નજરઅંદાજ કરવાની ભુલ ભાજપે કરીછે. જે આગામી સમય માં નુકશાનકર્તા સાબીત થાય તૈમ છે. ચુંટણીઓ નાં પરીણામ માં જ્ઞાતિ ફેકટર પણ મહત્વ નુ પરીબળ બન્યુ છે.ત્યારે ભાજપ નાં આગેવાનોએ મનોમંથન કરવું જરુરી બન્યું છે.વધુ પડતી આત્મશ્લાંધા પરીણામ ને ફેરવી શકે છે.એ સત્ય આગેવાનોએ સ્વિકારવુ પડશે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
