News of Tuesday, 20th October 2026
વાવાઝોડુ બનશે કે કેમ?
બંગાળની ખાડીમાં બનનારી સીસ્ટમ આઇએમડીના મોડેલ મેપ્સમાં ર૮ ઓકટોબરે આ સીસ્ટમ મજબુત બની આંદામાન નિકોબારમાં અતિભારે વરસાદ વરસાવે તેવું દર્શાવે છેઃ વાવાઝોડું બનશે કે કેમ? તે હજુ અનિヘતિ

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ર૦: વાવાઝોડાનું ‘અર્નબ' નામકરણ કંઇક અઘરી આઇટમ હોવાનું ભાસી રહયા છે. કારણ કે આ માસના અંગભાગે બંગાળની ખાડીમાં બનનારી સીસ્ટમ વાવાઝોડું બનશે કે કેમ? તે અંગે હજુ પણ ભારે અનિヘતિતા પ્રવર્તી રહી છે. એ પહેલા અરબ સાગરમાં બનેલી સીસ્ટમ અંગે જોઇએ તો વેલ માર્ક લો પ્રેશર માંથી તે હવે ડીપ્રેશનનું સ્વરૂપ લઇ રહી છે. પણ આ સીસ્ટમ ભારતથી દૂર અને સોમાલીયા તરફ આગળ વધી રહી હોઇ, તે આપણા માટે કોઇ પ્રભાવી નહીં રહે.બંગાળની ખાડીમાં બનનારી સીસ્ટમ અંગે આઇએમડીના ટેડેઝ ફોરકાસ્ટ મોડેલ મેપ્સના આધારે જોઇએ તો આગામી ર૭ ઓકટોબરે આંદામાન-નિકોબારમાં આ સીસ્ટમ ડીપ્રેશન કેટેગરીને અતિભારે વરસાદ વરસાવે તેવું જોવા મળી રહયા છે. બીજા દિવસે એટલે કે ર૮ ઓકટોબરે આ સીસ્ટમ વધુ મજબુત બની ડીપ ડીપ્રેશનઅથવા સાયકલોન કેટેગરીએ પહોંચે તેવું આ મોડેલ મેપ જોતા જણાય છે. જો કે આઇએમડીના દસમાં દિવસના એ પછીના મોડેલ મેપમાં આ સીસ્ટમ નબળી પડે તેવું પરિવર્તન જોવા મળે છે.
ECMWF મોડેલમાં બંગાળની ખાડી વાળી આ સીસ્ટમ ડીપ ડીપ્રેશન કે વાવાઝોડુ બની ઉત્તર-પヘમિ તરફ લેન્ડફોલ કરે તેવું હાલ દર્શાવતું જોવા મળે છે. આઇએમડી મોડેલ અથવા ECMWF નું A-I મોડેલ બન્નેમાં તફાવતો જોવા મળે છે. પણ આ લોંગ પીરીયડ ફોરકાસ્ટ હોઇ, બંગાળની ખાડીની આ સીસ્ટમ કેટલી કેટેગરીએ મજબુત બનશે? તેનો ટ્રેક શું રહેશે? એ અંગે હજુ રાહ જોવી રહી. ECMWF તો બંગાળની ખાડી ઉપરાંત એજ સમયગાળામાં અરબ સાગરમાં ફરી એક સમાંતર સીસ્ટમ બને તેવી સંભાવના પણ વ્યકત કરે છે. ચોમાસા સમયે ગુજરાતના વાતાવરણમાં પલ્ટા માટે જેમ આપણે અરબ સાગર અને બંગાળની ખાડી પર આધારીત હોઇએ છીએ તેમ હવે આવનારી શિયાળાની ઋતુમાં વાતાવરણમાં બદલાવ માટે ઉતરના રાજયો પર પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બનસ અને ત્યાંથી ગુજરાત તરફ આવતા પવનો પર આધારિત રહીશું. હવે ઉતરના રાજયોમાં રાત્રિના તાપમાન નીચે જવા લાગ્યા હોઇ, અહીં ગુજરાતમાં પણ ટુંક સમયમાં જ રાત્રિ અર્થાત મોડી રાતે અને વહેલી સવારે શિયાળાની પ્રારંભિક ઠંડીની અનુભૂતિ થવા માંડશે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
