તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
પત્નીએ પ્રેમી સાથે મળી પતિનું હત્યાનું કાવતરૂ રચ્યુ'તુ!
ગોંડલમાં વેપારી ઉપર અજાણ્યા શખ્સોએ ખુની હુમલો કર્યાની ઘટનાનો રૂરલ એલસીબીએ ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતા ચોંકાવનારો ખૂલાસો : પતિ જુનેદ ત્રાસ આપતો હોય છૂટકારો મેળવવા પડોશી પ્રેમી આશિફ સાથે મળી પત્ની નામિયાએ ષડયંત્ર રચ્યું: પ્રેમી આસીફે રૂપિયા કમાવવાની લાલચ આપી બોલાવી ખૂની હૂમલો કરતા જુનેદની હાલત ગંભીર : હત્યાનુ કાવતરૂ અને ખૂની હૂમલાની ઘટનામાં નામિયા અને તેના પ્રેમી આસીફની ધરપકડ

તસ્વીરમાં ખૂની હૂમલામાં ઘવાયેલ જુનેદભાઇ હોસ્પિટલમાં સારવાર હેઠળ નજરે પડે છે, બાજુમાં ફાઇલ તસ્વીર અને છેલ્લી તસ્વીરમાં ખૂની હૂમલામાં પકડાયેલ પત્નીનો પ્રેમી અને પત્ની દેખાય છે.(૬.૧૭)
રાજકોટ, તા. ૧૮: ગોંડલમાં વેપારી ઉપર અજાણ્યા શખ્સોએ ખૂની હુમલો કર્યાની ઘટનાનો રૂરલ એલસીબીએ ગણત્રીના કલાકોમાં ભેદ ઉકેલતા ચૌકાવનાર ખુલાસા થયા છે ઇજાગ્રસ્ત વેપારીનુ તેની પત્નીએ પ્રેમી સાથે મળી હત્યાનું કાવત્રુ રચયુ હોવાનું ખુલ્યું છે. પોલીસે ખૂની હુમલો કરનાર પત્નીના પ્રેમી તથા હત્યાના કાવત્રા સબબ પત્નીની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુબજ ગોંડલ તાલુકા ના ડૈયા ગામની સીમ માં ઇદગાહ વાળા રસ્તા ઉપર નદી કાંઠે જુનેદ ઇબ્રાહીમભાઇ કબીર ઉ.વ.-૩૩ રહે ગોંડલ મોવિયા રોડ રેતીચોક પાસે વાળા લોહી-લુહાણ હાલત માં માથાના ભાગે ગંભીર ઇજા થવાથી બેભાન હાલત માં મળી આવેલ હોય જે અંગે ઇજાપામનાર ના ભાઇ યાશીનભાઇ ઇબ્રાહીમભાઇ કબીર રહે ગોંડલ વાળાએ પોતાના ભાઇ જુનેદ ઇબ્રાહીમભાઇ કબીર ને કોઇ અજાણી વ્યકિત એ માથાના ભાગે કોઇ બોથડ પદાર્થ કે અન્ય કોઇ હથિયાર થી મારી નાખવાના ઇરાદે માથાના ભાગે માર મારી જીવલેણ ગંભીર મહાવ્યથા કરેલ હોવાની ફરીયાદ કરતા ગોંડલ તાલુકા પોલીસે હત્યાની કોશીસનો ગુન્હો દાખલ કર્યો હતો.
દરમિયાન રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે આ બનાવનો ભેદ ઉકેલવા સુચના આપતા એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પો.ઇન્સ. જે.પી.રાવ ની રાહબરી હેઠળ પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ અને એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા માહિતી મળી કે, ઇજા પામનાર જુનેદ ઇબ્રાહીમભાઇ કબીર ની પત્ની નામીયા ને તેમના પાડોશમાં રહેતા આશીફભાઇ સતારભાઈ ડેલા નામના માણસ સાથે પ્રેમ સબંધ હોવાની માહીતી મળતા આશીફભાઇ સતારભાઇ ડેલા ની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા મજકુરે પોતાને નામીયા સાથે પ્રેમ સબંધ હોય અને જુનેદ નામીયાને ખુબજ ત્રાસ આપતો હોય અને માર મારતો હોય જેથી જુનેદથી કંટાળી ગયેલ હોય અને આશીફ તથા નામીયા બન્ને ને નિકાહ કરવા હોય જેથી નામીયા તથા આશીફ બન્નેએ મળી જુનેદનો રસ્તો કરવા કાવત્રુ રચેલ અને આશીફ એ જુનેદને પૈસા કમાવવાની લાલચ આપી ડૈયા ગામની સીમમાં ઇદગાહ વાળા રસ્તે નદીકાંઠે રાત્રીના સમયે લઇ જઇ મારી નાખવાના ઇરાદે માથામા પત્થરના ઘા મારી ગંભીર ઇજાઓ કરેલની કબુલાત આપતા પ્રેમી આશીફભાઇ સતારભાઇ ડેલા ઉ.વ.૩૧ ધંધો.ડ્રાઇવીંગ રહે.મુળ ગામ વેકરી તા.ગોંડલ હાલ રહે.ગોંડલ મોવિયા રોડ એવન સિમેન્ટ પ્રોડક્ટના કારખાના પાસે હારુનભાઇ ગ્રીલ વાળાના મકાનમાં ભાડેથી ઇજા ગ્રસ્તની પત્ની નામીયા વા/ઓ જુનેદભાઇ ઇબ્રાહીમભાઇ કબીર ઉ.વ.-૨૩ રહે ગોંડલ મોવિયા રોડ એવન સિમેન્ટ પ્રોડક્ટના કારખાના પાસેની ધરપકડ કરી ગોંડલ તાલુકા પોલીસને હવાલે કરાયા હતા.
આ કાર્યવાહી રૂરલ એલસીબીના એ.એસ.આઇ. બાલકળષ્ણભાઇ ત્રિવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, પો.હેડ.કોન્સ. ભગીરથસિંહ જાડેજા, પ્રહલાદસિંહ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ ચાવડા, ભારતીબા સરવૈયા, પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણા, વિજયભાઇ સિંહાર, વિજયભાઇ ખડીયા તથા રણજીતભાઇ બોરડ વિગેરે જોડાયેલ હતા.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
