News of Wednesday, 8th July 2026
હળવદ ના નવા માલણિયાદ ગામે પત્નીની દાતરડા ના ઘા મારી કરી હત્યા

( દીપક જાની દ્વારા)હળવદ : તા.૮, તાલુકા ના નવા માલણીયાદ ગામની સીમમાં મગનભાઈ ભગવાનભાઈની વાડી આવેલી છે, જે વાડી અન્ય એક વ્યક્તિએ ઉધડ રાખેલી છે. આ વાડીમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વતની એવા માસુડીબેન વર્ષીભાઈ નાયક (ઉંમર વર્ષ ૫૫) તેમના પતિ વર્ષીભાઈ જાડીયાભાઈ નાયક, દીકરા અને દીકરાની વહુ સાથે રહીને મજૂરી કામ કરતા હતા. ગઈકાલે મોડી સાંજે કોઈ કારણોસર પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પતિ વર્ષીભાઈ નાયકે આવેશમાં આવી પોતાની પત્ની માસુડીબેનને છાતીના ભાગે દાતરડાનો ઘા મારી દીધો હતો, જેથી માસુડીબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, રાત્રિના સમયે પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ ત્યાંથી ભાગી જવાને બદલે આખી રાત મળતકની લાશ પાસે જ બેસી રહ્યો હતો. સવારે ૯:૦૦ વાગ્યાની આસપાસ જ્યારે વાડી ઉઘડ રાખનાર વ્યક્તિ ત્યાં પહોંચ્યો ત્યારે તેને આ સમગ્ર મામલાની જાણ થઈ હતી. તેને તુરંત જ ગામના અને હળવદ પોલીસને આ અંગે માહિતી આપી હતી. પોલીસે લાશ કબ્જે લઈ હત્યાનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે .
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
