તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 21st April 2026
વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામે પત્નિ, સસરા-સાસુ પર જમાઈનો છરી વડે હુમલો
પરિણીતાએ છૂટાછેડા માંગતા બનાવ બન્યો, હત્યાની કોશિષનો ગુનો નોંધાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૧: વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામે પત્ની, સસરા-સાસુ પર જમાઈએ છરી વડે હુમલો કરી ત્રણેયને ગંભીર ઙ્કકારની ઈજા પહોંચાડતા સારવારમાં ખસેડાયા હતા. પોલીસે હત્યાની કોશિષ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મોટા કાજલીયાળાના ૨૭ વર્ષીય પરિણીતા જયશ્રીબેન નિતિનભાઈ પરમારે વંથલી પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે, તેઓએ તેમના ગામના નીતિન ધનજી પરમાર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ છેલ્લા ૪ મહિનાથી તેના પિતા જીવણભાઈ મકવાણાના ઘરે રિસામણે હતા. જયશ્રીબેન તેના પતિ નિતિનભાઈ ધનજીભાઈ પરમાર સાથે છૂટાછેડા લેવા માંગતા હતા. જેનું મનદુઃખ રાખી પતિ ગત તા. ૨૦ એપ્રિલના રોજ રાત્રે ૨ વાગ્યે, છૂપી રીતે ઘરમાં પ્રવેશ્યો હતો. જયશ્રીબેન જ્યારે સંતાનો સાથે ઊંઘમાં હતા ત્યારે કોઈ આવ્યાનો અવાજ થતા જાગી ગયા હતા. એવામાં પતિ નિતિનએ કબાટ આડેથી આવી આજે તને મારી નાખવી છે તેમ કહીને પોતાની પાસે રહેલી છરી વડે જયશ્રીબેનના ગુપ્ત ભાગે, સાથળ અને હાથની આંગળીઓ પર ગંભીર ઘા ઝીંકયા હતા.
જમાઈના હુમલાથી દીકરીની બૂમો સાંભળીને વચ્ચે છોડાવવા પડેલા સસરા જીવણભાઈ અને સાસુ શારદાબેન પર પણ શખ્સે છરીથી હુમલો કરી તેમને લોહીલુહાણ કરી નાખ્યા હતા.
હુમલા બાદ પતિ નીતિન દિવાલ કૂદી નાસી છૂટયો હતો. ગંભીર ઇજા પામેલા ત્રણેયને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે વંથલી પોલીસે પરિણીતાની ફરિયાદ આધારે તેના પતિ નીતિન ધનજી પરમાર સામે હત્યાની કોશિશ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
