<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

વાંકાનેરમાં પરીવર્તન કે પુનરાવર્તન? કાલે નકકી થશે

 

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૨૫: કાલે વાંકાનેર પાલીકાની સામાન્‍ય ચુંટણીનું લોકોનું મતદાન, કુલ ૭ વોર્ડમાં હવે માત્ર છ વોર્ડની ૨૮ બેઠકોમાંથી પર ઉમેદવારો મેદાનમાં છે.

વોર્ડ નં. ૧-૨-૩-૪-૫-૬ તથા ૭ માં ૨૮ સીટોમાંથી માત્ર વોર્ડ-૧માં ૮ ઉમેદવારો, વોર્ડ નં.૨ માંથી ૧૧ ઉમેદવારો, વોર્ડ નં.૩માંથી ૮ ઉમેદવારો મેદાનમાં છે. જયારે વોર્ડ નં.૪માં મહંમદભાઇ રાઠોડની કોંગ્રેસની પેનલના ચાર ઉમેદવારો બિનહરીફ ચુંટાયા છે તો વોર્ડ નં.પ માં ૯ ઉમેદવારો છે તેમજ વોર્ડ નં.૬માં ૭ ઉમેદવારો હરીફાઇમાં છે. વોર્ડ નં.૭માં ચાર સીટ માટે ૮ ઉમેદવારો ચુંટણી લડી રહયા છે. આગામી સામાન્‍ય ચુંટણીમાં કુલ ૫૨ ઉમેદવારો ચુંટણી લડે છે. જેમાં ભાજપના ૨૪ ઉમેદવારો તેમજ કોંગ્રેસના ૨૨ ઉમેદવારો જયારે ભાજપથી અસંતોષ વાળા બીએસપીના ૬ ઉમેદવારો ભાજપ સામે ચુંટણી લડી રહયા છે. હવે આવતીકાલે મતદાન સમયે કોને, કોણ ભારે પડે છે? તેનો જવાબ ઇવીએમમાં જોવા મળશે.

(12:20 PM IST)