<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

મેઘો સૌરાષ્‍ટ્રને ચાર દિ'બાદ ધમરોળશે?

દ. ગુજરાતમાં નવદિ' મોડે દસ્‍તક દીધું

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેરઃ તા. ર૬, ગુજરાતના દક્ષિણ હિસ્‍સાને નિયમીત ચોમાસુ હોય ત્‍યારે ૧પ જુને ટચ કરતું હોય છે પણ આ વેળા કેરળમાં ચારદિ' મોડું શરૂ થયેલું નબળુ ગણાતું ચોમાસુ ગુજરાતમાં નવદિ'મોડુ શરૂ થયું છે. હવે એ હિસાબે સૌરાષ્‍ટ્રને ર૦ જુને નિયમીતરૂપે આવરી લેતું ચોમાસું હવે આ માસના અંતભાગે ૩૦ જુન આસપાસ આવરી લેશે. આઇએમડીના ફોરકાસ્‍ટ મોડેલ મેપ્‍સમાં ૩૦ જુનથી કચ્‍છ સૌરાષ્‍ટ્ર સહિત રાજયમાં વરસાદી માહોલ છવાયું તેવું દર્શાવી રહ્યા છે. આ વેળા મોન્‍સૂન પેટર્ન વિચિત્રતાસભરની જોવા મળી રહી છે. વેધર નિષ્‍ણાંતો અનુસાર અલગનીનોની અસરથી દેશમાં કયાંય અતિવૃષ્‍ટિ તો કયાંક દુષ્‍કાળ જેવી સ્‍થિતીના નિર્માણની સંભાવના રહે છે. ગુજરાતમાં દુષ્‍કાળની સ્‍થિતી ન સર્જાય અને ભલે મોડે શરૂ થનાર મેઘ સ્‍વારી દુષ્‍કાળનો ઓછાયો દૂર કરે તેવી અપેક્ષા સહ રાખી રહ્યો છે. 

(11:43 AM IST)