News of Thursday, 30th July 2026
ફરી બદલાશે મોૈસમનો મીજાજ?
બંગાળની ખાડીની મજબુત સીસ્ટમ ગુજરાતને બદલે ઉતર તરફ સરકી જશેઃ ગુજરાતમાં નવા વરસાદી રાઉન્ડની શકયતા નહીવતઃ પાંચમી ઓગસ્ટે બંગાળની ખાડીમાં કદાચ એક નવુ વાવાઝોડુ આકાર લેશે?

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૩૦: બંગાળની ખાડીમાં બનેલી ડીપ ડીપ્રેશન કેટેગરીની મજબુત સીસ્ટમનો ટ્રેક હવે બદલાય અને કાશ્મીર સહિત ઉતર તરફના આ વરસાદી આફત સરકી શકે છે. જેથી ગુજરાતમાં આ સીસ્ટમના આધારે નવા ભારે વરસાદી રાઉન્ડની સંભાવના હાલ ટળી રહી હોવાનું જણાઇ રહયુ છે.
ભારતીય હવામાન વિભાગના ટેન ડેઝ ફોરકાસ્ટ મોડેલ મેપ્સમાં મોૈસમનો આ બદલાયેલો મિઝાઝ જોવા મળી રહયો છે. જે મુજબ આગામી ત્રીજી ઓગસ્ટે આ સીસ્ટમ રાજસ્થાન- દિલ્હી- પંજાબ સહિતના ઉતરના રાજયોમાં ભારે વરસાદ વરસાવશે. આ સમયે ગુજરાત કોરૂ ધાકાડ રહેશે. ચોથી ઓગસ્ટે ગુજરાતમાં માત્ર હળવો વરસાદ દર્શાવાયેલો છે. આ સીસ્ટમ ઉતરના રાજયો તરફ સરકી જતી જોવા મળે છે. પાંચમી ઓગસ્ટે બંગાળની ખાડીમાં એક ભારે સીસ્ટમ ચકરાવા લઇ રહેલી જોવા મળે છે. આ સીસ્ટમ કદાચ તેની તિવ્રતા જોતા વાવાઝોડુ પણ બનવાની સંભાવના રહે છે. જો આ વાવાઝોડુ બને તો ચોમાસાનું પ્રથમ વાવાઝોડુ હોઇ શકે.
સાતમી ઓગસ્ટે આ સંભવિત ભારે સીસ્ટમ અથવા વાવાઝોડુ તામીલનાડુ તરફ લેન્ડફોલ થાય તેવુ આ મોડેલ મેપ્સમાં જોવા મળે છે. વેધર અહેવાલોમાં અમે કહેતા જ આવ્યા છીએ કે મોડેલોમાં બદલાવો થતા રહે છે. જો અને તોની સ્થિતિ બનતી રહેતી હોય છે. આજના આ લોંગ પીરીયડ મોડેલ મેપ્સની સ્થિતિમાં પણ વધુ નહી પરંતુ અમુક અંશે બદલાવો આવી શકે છે. સ્કાયમેટના મહેશ પલાવત પણ જણાવે છે કે, ડીપ ડીપ્રેશન વાળી આ સીસ્ટમ આગળ જતા ઉતર તરફ સરકી શકે છે
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
