તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનના સૂસવાટાઃ વાદળછાંયુ વાતાવરણઃ સાર્વત્રિક વરસાદની રાહઃ અસહ્ય ઉકળાટ યથાવત

રાજકોટ તા. ૧૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે પવનના સૂસવાટા ફુંકાઇ રહ્યા છે. અને વાદળછાંયુ વાતાવરણ છવાયું છે.
સાર્વત્રિક વરસાદની રાહ સૌ કોઇ જોઇ રહ્યા છે. અને અસહ્ય ઉકળાટ અનુભવાય રહ્યો છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ રાઉન્ડમાં માત્ર જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર જીલ્લામાં વધુ વરસાદ પડયો હતો. જો કે અન્ય જીલ્લામાં વરસાદની રાહ જોવાઇ રહી છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. મહત્તમ તાપમાન ૩૭.પ ડીગ્રી, લઘુતમ ર૮.૪, ભેજ ૭૩ ટકા અને પવનની ઝડપ ૧૯.૮ કિ. મી. પ્રતિ કલાક રહી હતી.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
