News of Saturday, 20th June 2026
કેશોદના મહિલાને માર મારી ૫ાંચ લાખની રોકડ, ૧૦ લાખના ઘરેણા અને બાઇક પડાવી લીધું
જુનાગઢના શખ્સ સામે મહિલાની ફરિયાદ, પોલીસ તપાસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૨૦: કેશોદના એક મહિલાને જૂનાગઢના એક શખ્સે માર મારી ૫ લાખની રોકડ, ૧૦ લાખના ઘરેણા અને બાઇક બળજબરીથી પડાવી લીધું હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
કેશોદમાં રેલવે પાટા પાસે આવેલ રાધા રમણ સોસાયટીમાં રહેતા પ્રફુલાબેન જેન્તીભાઇ દવે ઉ.વ. ૫૦ નામના મહિલાને ગઈ તારીખ ૧૩ મે ના રોજ જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા દિપ પ્રધ્યુમનભાઇ વ્યાસ નામના શખ્સે હાથ પકડી, મુંઢમાર મારી અને ગળું દબાવી, ફરીયાદીને મળત્યુના ભયમાં મુકી મહિલાએ ઘરમા રાખેલ રોકડ રૂ. ૫ લાખ તથા રૂપિયા ૧૦ લાખ ની કિંમતના સોનાના અલગ અલગ દાગીના તેમજ રૂપિયા ૬૦,૦૦૦ની કિંમતનું મોટરસાયકલ બળજબરીથી કઢાવી લઈ ગયો હતો. આ બનાવ અંગે મહિલાએ ગઈકાલે ફરિયાદ કરતા કેશોદ પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી વધુ તપાસ પીએસઆઇ એમ. ડી. મકવાણા ચલાવી રહ્યા છે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
