તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
જૂનાગઢના ભવનાથમાં મહિલાનું અને બિહારના પ્રૌઢનું મોત બંનેના મૃત્યુ પાછળનું કારણ બહાર લાવવા પોલીસ તપાસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૨૮ : જૂનાગઢના ભવનાથમાં મહિલાનું અને બિહારના પ્રૌઢનું મોત થતા પોલીસે બંનેના મૃત્યુ પાછળનું કારણ બહાર લાવવા તપાસ હાથ ધરી છે.
ભવનાથમા શેરનાથ બાપુના આશ્રમ પાસે રહેતા ભારતીબેન અજયભાઇ સોલંકી ઉ.વ. ૩૦ નામના મહિલાને રાત્રીના અચાનક કોઇપણ કારણસર શરીરે દુખાવો થવા લાગતા બેભાન થઇ જતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત જુનાગઢ સરકારી હોસ્પીટલ સારવારમા ખસેડાયા હતા. જ્યાં મહિલાનું મૃત્યુ થતાં ભવનાથ પોલીસે આગળની કાર્યવાહી કરી મોત પાછળનું કારણ બહાર લાવવા તપાસ હાથ ધરી હતી. અન્ય એક બનાવમાં મૂળ બિહારના અને હાલ ભવનાથમાં પ્રગટેશ્વર મહાદેવ મંદિરે રહેતા સહજાનંદસિહ સીતારામ મંડળ ઉં.વ. ૫૦ નામના પ્રૌઢને રાત્રીના અચાનક તબીયત બગડતા જુનાગઢ સરકારી હોસ્પીટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ભવનાથ પોલીસે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
