તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
ધ્રાંગધ્રામાં સામાન્ય ઝઘડામાં મહિલાની હત્યા
પાડોશમાં રહેતી બે મહિલા સહિત ત્રણ સામે ગૂન્હો નોંધાયોઃ ઠપકો આપતા બનેલો બનાવ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧: ધ્રાંગધ્રા શહેરના ધોરીધાર વિસ્તારમાં રહેતા પ્રહલાદભાઈ હીરાભાઈ તોલાણી તા. ૨૮ જુલાઈના રોજ પોતાના કામ પર ગયા હતા. ત્યારે પોતાની માનસિક અસ્થિર પત્ની વર્ષાબેન ઘરના બહાર ઊભા હોય ત્યારે પડોશમાં રહેતા કિરીટભાઇનો પુત્ર ઘર પાસેથી નીકળી વર્ષાબેનને જેમ તેમ બોલતા વર્ષાબેન દ્વારા ઠપકો આપ્યો હતો.
જે બાબતનું મનદુઃખ રાખી આરોપી કિરીટભાઈ કોળી, તેના પત્ની ચકુબેન કીરીટભાઇ કોળી તથા કિરીટભાઇના સાળી રીટાબેન હાથમાં પાઇપ અને ધોકો લઈને આવી વર્ષાબેન સાથે માથાકુટ કરી માર માર્યો હતો. આ માથાકૂટમાં વર્ષાબેનને માથાના ભાગે ઈજા પામતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ અને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન વર્ષાબેનને માર મારવા અંગેની ફરિયાદ તેઓના પતિ પ્રહલાદભાઈ દ્વારા નોંધાવી હતી. પરંતુ સારવાર દરમિયાન વર્ષાબેનને તબિયત લથડતા તેઓનું મોત નિપજ્યું હતું. જેને લઈને મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો ધ્રાંગધ્રા સિટી પોલીસ દ્વારા આ અંગે હત્યાની કલમનો ઉમેરો કરવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સામાન્ય બાબતમાં શરૂ થયેલો ઝઘડો આખરે હત્યામાં પલટાતાં સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ધ્રાંગધ્રા પોલીસે પાડોશમાં જ રહેતી ૨ મહિલાઓ સહિત કુલ ૩ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથધરી છે
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
