તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
વિસાવદર પ્રેમપરા વાડી વિસ્તારમાં મહિલાની તીક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા :શકદારે પણ ઝેરી દવા પીધી
શકદાર પોતે પણ ઝેરી દવા પી લીધેલી હોય હાલ જુનાગઢ સિવિલ ખાતે ICU સારવારમાં દાખલ

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : વિસાવદરના પ્રેમપરા વાડી વિસ્તારમાં મહિલાની તીક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા થતા સનસનાટી મચી જવા પામી છે દરમિયાન શકદારે પણ પોતે ઝેરી દવા પીધી હોય તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો છે
મળતી વિગત મુજબ વિસાવદરના પ્રેમપરા વાડી વિસ્તારમાં સુમિતાબેન ચંદ્રસિંહ ઉર્ફે રાણાભાઇ ગોહિલ (ઉમર- 40 વર્ષ) તિક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઈજા પહોંચાડી હત્યા કરાઈ છે,શકદાર પોતે પણ ઝેરી દવા પી લીધેલી હોય હાલ જુનાગઢ સિવિલ ખાતે ICU સારવારમાં દાખલ કરાયો છે, હત્યાના આ બનાવની આગળની તપાસ વિસાવદર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
