<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

ડીવાઈડર સાથે કાર અથડાતા વાલાસીમડી ગામના મહિલાનું મોત

અકસ્‍માતમાં મૃતકના પતિને ગંભીર ઇજાઃ જૂનાગઢ નજીક અકસ્‍માત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૨૩: તાલુકાના વાલાસીમડી ગામના જેન્‍તીભાઈ વજુભાઈ કોરાટ ગુરુવારે પોતાની બેનના ઘરે મોટા ગુંદાળા હતા.

ત્‍યારે તેનો  પુત્ર રાહુલભાઈ જેન્‍તીભાઈ કોરાટ તથા પુત્રવધુ દિપિકાબેન રાહુલભાઈ કોરાટ તથા પૌત્રી ક્રિસ્‍વા સાથે વડાલ ગામે પોતાના પુત્રના મીત્ર મંડળના ઘરે પુત્ર પોતાના પરીવાર સાથે આટો મારવા ગયા હતા.

સાંજના જમીને પરત જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે રાહુલભાઈ તેના ફઈના ઘરે જવા માટે  ફઈના દિકરા નિકુજભાઈને  કાર લઈને તેડવા માટે બોલાવતા નિકુજભાઈ પોતાની જીજે ૧૧ સીએલ ૬૬૭૦ નંબરની કાર લઈને તેમાં રાહુલભાઈ અને તેના પત્‍ની દીપીકાબેન અને પુત્રી બેસાડી પરત જતા હતા.

ત્‍યારે ચોકી ગામ પાસે નિકુજભાઈએ કાર પુરઝડપે ચલાવી સામેથી આવતી ટ્રકની લાઈટ આંખમા પડતા કાર સાઈડમા લેવા જતા ડીવાઈડર સાથે અથડાઈ ગઈ હતી.

આ અકસ્‍માતમાં રાહુલભાઈ તથા તેના પત્‍ની દિપિકાબેનને ગભીર ઈજા થતા જુનાગઢ સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં દિપિકાબેનનું મળત્‍યુ નિપજ્‍યું હતું.

આ અકસ્‍માત અંગે મળતકના સસરા જેન્‍તીભાઈ કોરાટએ ફરિયાદ કરતા પોલીસે કારચાલક નિકુંજભાઈ સામે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી

(1:23 PM IST)