<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

‘યુધ્‍ધ વિરામ' શબ્‍દોમાંથી હવે ‘વિરામ'ની થશે બાદબાકી

અમેરિકા-ઇરાન યુધ્‍ધમાં ટ્રમ્‍પ નિર્મિત યુધ્‍ધ વિરામની મુદ્દત હવે અમુક કલાકોમાં જ પુરી થતી હોઇ, વિ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેરઃ તા.ર૧, અમેરિકા ઇઝરાયેલ-ઇરાનનું યુધ્‍ધમાં વિરામ લેવાનો એક તરફી ડોનાલ્‍ડ ટ્રમ્‍પ દ્વારા લેવાયો હતો. બે સપ્તાહના સીઝ ફાયરના સમયગાળા દરમ્‍યાન ટ્રમ્‍પ દ્વારા યુધ્‍ધ અંગે જે વ્‍યુહાત્‍મક ગોઠવણી કરવી હતી તે આટોપી લીધી, શાંતિમંત્રણા અને ધમકીઓની પ્રેશર ટેકનિકલ પણ ટ્રમ્‍પ દ્વારા અજમાવાઇ પણ સરવાળે બધુ નિષ્‍ફળ રહ્યું. હવે ડોનાલ ટ્રમ્‍પને ઇરાનની શરતો માન્‍ય રાખવી એજ એક વિકલ્‍પ યુધ્‍ધ થતું રોકવા બાકી રહ્યો હોઇ,તેના ‘જગત જમાદારી' વાળા મોરલને અનુરૂપ રહેવા ટ્રમ્‍પ હવે એડીચોટીનું જોર લગાવશે. સીઝ ફાયરની અવધી વધારશે, હોર્મૂઝની ખાડીને ઘેરીને ગોઠવેલા જંગી જહાજોને પરત લઇ, ખાડી સંપૂર્ણ ખુલ્લી કરવી પડશે. ઇઝરાયેલના નેતન્‍યાહૂ પણ દબાણ વધારવું પડશે. ટ્રમ્‍પ માટે આ ત્રણ અમલો અનિવાર્ય કરાવાયા બાદ જ પાક માં પુનઃમંત્રણા શરૂ થવાની થોડી આશાઓ ઉજળી બની શકે છે અન્‍યથા... ઇરાન દ્વારા સાઉદી અરેબીયા અને યુએઇ ની સમુદ્રમાં પેટ્રોલીયમની પાઇપ લાઇન તોડી પાડવાની ધમકી સાથે હોર્મૂઝ અને લાલ-ઉલ-મંદેબ બન્ને ખાડીઓમાંથી કોઇ પણ માલવાહક જહાજો પસાર ન થઇ શકશે, વિશ્વભમાં ગેરી પેટ્રોલીયમ તથા અન્‍ય વસ્‍તુઓની સ્‍થિતીનું સંકટ વધુ ધેરાશે યુધ્‍ધ શરૂ થયે હવે આ યુધ્‍ધ વિશ્વયુધ્‍ધ જ આદરશે.

અમેરિકી યુધ્‍ધ ઇતિહાસના ભૂતકાળમાં તેના કોઇ રાષ્‍ટ્રપતિએ તેણે પોતે કરેલા ઉચ્‍ચારણોને કારણે તે પોતે આટલી માનસિક મુંઝવણમાં મુકાયા હોવાનો ભૂતકાળ જોવા મળતો નથી. 

(11:48 AM IST)